90ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ રંભા, જે ‘બંધન’ અને ‘ક્યુંકી મેં ઝૂઠ નહીં બોલતા’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. હવે એક્ટ્રેસ ફરી કમબેક કરવા માગે છે. છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મી દુનિયાથી દૂર રહ્યા બાદ રંભાના પતિએ પણ તેના કમબેક માટે એક પ્રોડ્યુસરને ભલામણ કરી છે. તાજેતરમાં એક ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન, ફેમસ તમિલ સિનેમા પ્રોડ્યુસર કલાઈપાલુ એસ. થાનુએ ખુલાસો કર્યો છે કે તે થોડા સમય પહેલા રંભાના પતિ ઇન્દ્રકુમારને મળ્યો હતો. ઇન્દ્રકુમારે તેમને તેમની પત્ની રંભા માટે એક ફિલ્મ બનાવવા કહ્યું છે. ફિલ્મ પ્રોડ્યુસરે કહ્યું કે, રંભા પાસે 2000 કરોડ રૂપિયાની મિલકત છે. તેનો પતિ એક મોટો ઉદ્યોગપતિ છે. તેણે મને તેમના માટે ફિલ્મ કરવાની તક માગી છે. મેં તેને ખાતરી આપી છે કે હું તેના માટે એક સારો પ્રોજેક્ટ તૈયાર કરીશ. રંભા ટૂંક સમયમાં એક રિયાલિટી શોમાં જોવા મળશે
રંભા ટૂંક સમયમાં સાઉથ ટીવી શો વિજય ટીવીના ડાન્સ રિયાલિટી શો જોડી – આર યુ રેડીમાં જજ તરીકે જોવા મળશે. આ પહેલા પણ, એક્ટ્રેસ માનદા મિલાદ અને જોડી નંબર 1 જેવા રિયાલિટી શોને જજ કરી ચૂકી છે. 15 વર્ષની ઉંમરે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી, સલમાન સાથે 2 ફિલ્મો કરી છે
રંભાને નાનપણથી જ એક્ટિંગનો ખૂબ જ ચસકો હતો. એકવાર રંભાએ શાળાના એક કાર્યક્રમમાં નાટકમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં સાઉથના પ્રખ્યાત ડિરેક્ટર હરિહરન પણ ભાગ લીધો હતો. તેની એક્ટિંગથી પ્રભાવિત થઈને, હરિહરને 15 વર્ષની રંભાને મલયાલમ ફિલ્મ ‘સરગમ’માં કાસ્ટ કરી. પોતાની પહેલી ફિલ્મની સફળતા પછી, રંભાએ પોતાનો અભ્યાસ છોડી દીધો અને સાઉથની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું. સાઉથ સિનેમામાં નામ બનાવ્યા પછી, રંભાએ 1995માં આવેલી ફિલ્મ ‘જલ્લાદ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બાદમાં, ‘જંગ’, ‘બેટી નંબર 1’, ‘ઘરવાલી બહારવાલી’ જેવી ફિલ્મોનો ભાગ હતી. રંભાને સૌથી વધુ લોકપ્રિયતા સલમાન ખાન સાથેની ફિલ્મ ‘જુડવા’થી મળી. આ ઉપરાંત તેણે સલમાન સાથે ‘બંધન’માં પણ કામ કર્યું છે. લગ્ન પછી તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી
રંભાએ 2010માં કેનેડિયન ઈન્ડસ્ટ્રી ઇન્દ્ર કુમાર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, એક્ટ્રેસે ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધી અને ટોરોન્ટોમાં સ્થાયી થઈ ગઈ. આ લગ્નથી રંભાને બે બાળકો છે.