back to top
Homeગુજરાતસુરતના પાયાના પ્રશ્નો અને પ્રકલ્પો માટે ગ્રાન્ટની માગ:સુરતના ધારાસભ્યએ શહેરના પાયાના પ્રશ્નો...

સુરતના પાયાના પ્રશ્નો અને પ્રકલ્પો માટે ગ્રાન્ટની માગ:સુરતના ધારાસભ્યએ શહેરના પાયાના પ્રશ્નો અને પ્રકલ્પો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવા CMને રજૂઆત કરી

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ સુરત જિલ્લાના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. છેલ્લા થોડા સમયથી મુખ્યમંત્રી દ્વારા નવી પ્રણાલી શરૂ કરવામાં આવી છે જેમાં અલગ અલગ જિલ્લાના ધારાસભ્યોને તેઓ જમવા માટે બોલાવે છે અને ત્યાં જ તેમના જે પણ પ્રશ્નો હોય છે તે સાંભળવામાં આવતા હોય છે. અધિકારીઓને પણ ત્યાં હાજર રહેવા માટે કહી દેવામાં આવે છે. જેથી કરીને ધારાસભ્યોની સામે જ એમના જે પ્રશ્નો છે તેના અંગે વિસ્તૃત રીતે ચર્ચા થઈ શકે. જે અંતર્ગત આજે સુરત જિલ્લાના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળ્યા હતા. સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ કેટલાક મહત્ત્વના મુદ્દાઓને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. RTIમાં કેટલાક ફેરફાર કરવાની રજૂઆત કરી
સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે, આજે મુખ્યમંત્રીને જ્યારે મળવાનું થયું હતું ત્યારે એમને આરટીઆઇ એકમનો ખોટો ઉપયોગ થતો હોવાની વાત કરી હતી. મધ્યપ્રદેશ સરકાર દ્વારા RTI એક્ટમાં સંશોધન કરીને ખાનગી મિલકતોની માહિતી ન આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે. એવી રીતે ગુજરાતમાં પણ ખાનગી મિલકતોની RTI એક હેઠળ માહિતી ન આપવામાં આવે તે પ્રકારની રજૂઆત કરી છે. ઘણા વ્યક્તિઓ માત્ર આરટીઆઇની વિગતો માગીને ગેરકાયદેસર બાંધકામની વાતો કરીને તોડપાણી કરે છે અને મિલકતદારોને પરેશાન કરે છે. આ બાબતે મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી દિવસોમાં આ બાબતે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લઈશું. સુરત મહાનગરના નીચે જણાવેલા કામો અને પ્રકલ્પો માટે જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરવા રજૂઆત 1. કોઝવે ક્રમ વીયર વેડથી ગાયપગલાં સુધી વોટર ડિલ્ટીંગ કરવાનું કામ:-રાજ્ય સરકાર દ્વારા બને તેટલું ઝડપથી આ કામની શરૂઆત કરવામાં આવે. 2. મગદલ્લાથી કોઝવે કમ વીયર સુધી તાપી નદીના બંને બાજુની રીવરફ્રન્ટ યોજના:- સુરત મહાનગરપાલિકા દ્વારા, સૂચિત બેરેજથી કઠોર બ્રીજ (ને.હા.) સુધી અંદાજે કુલ 33 કિ.મી. લંબાઈ પૈકી હાલમાં પ્રાયોરિટી સ્ટ્રેચ 4.8 કિ.મી. લંબાઈમાં તાપી નદીના ડાબા કાંઠા રીવરફ્રન્ટ વિકસાવવાનું આયોજન છે. જેના માટે ડિટેઈલ ડિઝાઈનની કામગીરી પ્રગતિમાં છે. પ્રાયોરિટી સ્ટ્રકચરના કામે ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. પ્રકલ્પ સારુ આગામી પાંચ(5) વર્ષ માટે કુલ રૂ. 1076.00 કરોડ ગ્રાન્ટની જરૂરિયાત છે. 3. મગદલ્લા બેરેજ સાથે બ્રિજનું કામ:- સુરત શહેરની અસાધારણ ઝડપે વધતી જતી વસ્તીની લાંબા ગાળાની પાણી પુરવઠાની માગને પહોંચી વળવા તથા આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળના સ્તર તેમજ તેની ગુણવત્તામાં સુધારો કરવા અને તાપી નદીને પુનઃ જીવન પ્રાપ્ત થાય તે શુભ હેતુસર તાપી નદી પર કન્વેનશન બૈરેજ બનાવવાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. સદર પ્રકલ્પ સારૂ આગામી પાંચ(5) વર્ષ માટે કુલ રૂા.725.00 કરોડ ગ્રાન્ટની જરૂરિયાત છે. 4. ડુમસ સી ફેસ રી-ડેવલપમેન્ટનું કામ:- સુરત શહેરના તથા દેશ-વિદેશના સહેલાણીઓ માટે અતિપ્રિય મનોરંજન, આધુનિક અને આકર્ષિત તેમજ કુદરતનું એકદમ નજીકથી સાનિધ્ય અનુભવી શકાય તેવું અતિ નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક/ઈકો ટુરીઝમ પાર્ક તૈયાર કરી તેનો બાળકો તેમજ વયસ્કો સુધીના તમામ વયના લોકો મનોરંજનનો લાભ લઈ શકે તે હેતુસર ડુમસ દરિયા કિનારાને અદ્યતન પર્યટન સ્થળ તરીકે વિકસાવાનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરેલું છે. પ્રકલ્પ સારું આગામી ત્રણ(3) વર્ષ માટે કુલ રૂા. 15000 કરોડ ગ્રાન્ટની જરૂરિયાત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments