back to top
Homeગુજરાતપતિ કૂદીને કેબિનમાં ઊતર્યો ને ચોકી ઉઠ્યો:વડોદરામાં પતિએ બ્યુટી પાર્લરમાં પત્ની અને...

પતિ કૂદીને કેબિનમાં ઊતર્યો ને ચોકી ઉઠ્યો:વડોદરામાં પતિએ બ્યુટી પાર્લરમાં પત્ની અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા, પતિએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં પત્નીના બ્યુટી પાર્લરમાં પતિએ પત્ની અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ સમયે પત્નીએ પતિને ખભા પર બચકું ભરી લીધું હતું. આ મામલે પતિએ પત્ની અને તેના પ્રેમી સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાપોદ પોલીસે ફરિયાદના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા કોર્ટમાં ભરણપોષણ તથા ડાયવોર્સનો કેસ કર્યો
વડોદરા નજીક આવેલા એક ગામમાં રહેતા યુવાને બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2009માં મારા પ્રેમ લગ્ન વડોદરાની યુવતી સાથે થયા હતા. અમારે સંતાનમાં 14 વર્ષનો એક દીકરો છે. મારે મારી પત્ની સાથે મનમેળ ન થતો હોવાથી વારંવાર મારી સાથે નાની વાતમાં માથાકુટ થતી હોવાથી તે તેના પિતા સાથે પિયરમાં રહેવા જતી રહી હતી. બાદમાં મારી પત્નીએ મારી ઉપર શારીરિક, માનસિક ત્રાસ બાબતની પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી મારી સામે વડોદરા કોર્ટમાં ભરણપોષણ તથા ડાયવોર્સનો કેસ પણ કર્યો છે. મારી પત્નીના ગામના યુવક સાથે આડા સંબંધની શંકા હતી
આ દરમિયાન મને શક પડ્યો હતો કે, મારી પત્નીના મારા ગામમાં રહેતા યુવક સાથે આડા સંબંધ છે. મારી પત્ની આજવા રોડ બ્યૂટી પાર્લર ચલાવે છે, જ્યાં આ યુવક મારી પત્નીને મળવા અવાર નવાર ત્યાં જતો હતો. ગત 3 ફેબ્રુઆરીના રોજ મેં મારી પત્નીના બ્યૂટી પાર્લર બહાર પાર્કિંગમાં યુવકની મહિન્દ્રા કંપનીની સફેદ કલરની કાર પાર્ક કરેલી જોઈ હતી. જેથી મને શંકા ગઈ હતી કે, મારી પત્નીને મળવા તેનો પ્રેમી આવ્યો છે. જેથી હું તથા મારો મિત્ર બન્ને મારી પત્નીના પાર્લર ઉપર ગયા હતા અને ત્યાં રીસેપ્શન ઉપર બે છોકરીઓ બેઠેલી હતી હતી અને આ દરમિયાન મે આ રીસપ્શન ઉપર છોકરીઓને મારી પત્ની બાબતે પુછતા બંને છોકરીઓએ દીદી નામની બૂમ પાડતા મને શક પડ્યો હતો કે, મારી પત્ની લેડીઝના બ્યુટી પાર્લરનું કામ કરવા માટે અલગથી બનાવેલી કેબીનમાં તેના પ્રેમી સાથે અંદરથી દરવાજો બંધ કરીને હાજર છે. કેબિનમાં જોયું તો બંને કઢંગી હાલતમાં મળી આવ્યા
કેબીન 6થી 6.5 ફૂટની ઉંચાઇનું હોવાથી તેના ઉપર ચઢીને મેં અંદર જોયું તો મારી પત્ની તથા તેનો પ્રેમી બન્ને પેન્ટ પહેરતા હતા અને હું તુરત જ અંદર કુદકો મારીને નીચે ઉતર્યો, તો મારી પત્નીએ મને ડાબી સાઇડ ખભા ઉપર બચકુ ભર્યું હતું. તેની સાથે તેના પ્રેમીએ મને મારા ડાબા પગમાં ઢીંચણના ભાગે લાત મારી હતી અને આ દરમિયાન મારો મિત્ર પણ કેબીન ઉપર હાથ ઉંચો કરીને મોબાઇલ વડે શુટીંગ ઉતારતો હતો. આ દરમિયાન મારી પત્નીએ મોબાઇલ ઝુંટવી લીધો હતો અને મારા મિત્રએ મને બચાવવા કેબિનમાં કુદકો માર્યો હતો. જેથી તેનો પગ રીવોલ્વીંગ ચેર ઉપર આવતા તે લપસીને પડી જતા તેના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું. બાપોદ પોલીસ સ્ટેશનમાં પત્ની ને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ
આ દરમિયાન મારી પત્નીનો પ્રેમી કેબિનનો દરવાજો ખોલીને ત્યાંથી ભાગી ગયો હતો. મને અને મારા મિત્રને ઇજાઓ થતાં મે 108 એમ્બુલન્સને ફોન કરીને બોલાવતા 108 એમ્બુલન્સમાં હું તથા મારો મિત્ર બન્ને જણા કારેલીબાગ ખાતે વારોક હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા અને ત્યાં મારા ડાબા પગના લીગામેન્ટમાં ફ્રેક્ચર થયું હતું. આ મામલે મેં બાપોદ પોલીસ સ્ટેશનમાં મારી પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મારી પત્નીને તેના પ્રેમી સાથે રંગે હાથ ઝડપી પાડી
પીડિત પતિએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી મારી પત્નીનું આ યુવક સાથે અફેર ચાલતું હતું, પરંતુ મારી પાસે કોઈ પુરાવા ન હોવાથી હું આ વાત માનવા તૈયાર નહોતો. મેં બ્યુટી પાર્લરમાં મારી પત્નીને તેના પ્રેમી સાથે રંગે હાથ ઝડપી પાડી હતી. આ દરમિયાન મારો મોબાઇલ મારી પત્નીએ પડાવી લીધો હતો અને મોબાઈલ ફોર્મેટ કરીને મને પરત કર્યો હતો. જેથી તેની સામેના વીડિયો સહિતના તમામ પુરાવાનો નાશ થઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments