કરીના કપૂર છેલ્લા 25 વર્ષથી બોલિવૂડમાં એક્ટિવ છે. તેણે પોતાની આખી કારકિર્દી દરમિયાન ક્યારેય કોઈ ઇન્ટિમેટ સીન આપ્યો નથી. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, એક્ટ્રેસે આ બાબતે ખુલાસો કર્યો છે. આ સાથે, તેમણે ભારત અને વેસ્ટર્ન દેશોમાં સેક્સ સીન પર પણ પોતાના વિચારો શેર કર્યા. ‘હું ઇન્ટિમેટ સીન કરવામાં કમ્ફર્ટેબલ નથી’
એક્ટ્રેસે હોલિવૂડ સ્ટાર ગિલિયન એન્ડરસન સાથે ડર્ટી મેગેઝિન માટે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ત્યાં તેને પૂછવામાં આવ્યું કે તેઓ ફિલ્મોમાં સેક્સ સીન કરવાનું મોટાભાગે કેમ ટાળે છે? કરીનાએ કહ્યું, ‘આપણે સેક્સ્યુઆલિટી કે સેક્સને માનવ અનુભવ તરીકે નથી જોતા. મને વ્યક્તિગત રીતે લાગે છે કે સ્ટોરીને આગળ વધારવામાં તે મહત્વનું નથી. મને નથી લાગતું કે સ્ટોરીમાં આવું કંઈક બતાવવું જોઈએ. મને ખબર છે કે હું સ્ક્રીન પર આવા સીન કરવામાં કમ્ફર્ટેબલ નથી. મેં ક્યારેય તે કર્યું નથી. ભારત અને વેસ્ટર્નમાં સેક્સ સીન કેવી રીતે જોવામાં આવે છે તેની સરખામણી કરતા તેણે કહ્યું, આપણે તેને પડદા પર લાવતા પહેલા તેના પર વધુ ધ્યાન અને આદર આપવાની જરૂર છે. આ મારી માન્યતા છે. હું જ્યાંથી આવું છું, ત્યાં અમે હજુ પણ વેસ્ટર્ન કલ્ચર જેટલા ઓપન માઈન્ડેડ નથી. જ્યારે વેસ્ટર્નમાં સ્ત્રીઓ તેની ઇચ્છાઓને ખુલીને ઉઠાવી શકે છે. કરીનાએ 2003માં આવેલી ફિલ્મ ‘ચમેલી’ માં એક સેક્સ વર્કરની ભૂમિકા ભજવી હતી. તેણે વાતચીતમાં કહ્યું કે- કેવી રીતે આ ભૂમિકાએ તેને નાની ઉંમરે આત્મવિશ્વાસ અને વિષયાસક્તતા વિકસાવવામાં મદદ કરી. તેણે કહ્યું કે આનાથી તેને નિર્ભય બનવાની પ્રેરણા મળી. ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ વિતાવ્યા પછી પણ, તે હજુ પણ વધુ ગંભીર અને પડકારજનક ભૂમિકાઓ ભજવવા માગે છે.