back to top
Homeદુનિયાયુએસ માર્કેટમાં મોટો ઘટાડો:ડાઉ જોન્સ 2 દિવસમાં 3%થી વધુ ઘટ્યો, અમેરિકામાં મંદીના...

યુએસ માર્કેટમાં મોટો ઘટાડો:ડાઉ જોન્સ 2 દિવસમાં 3%થી વધુ ઘટ્યો, અમેરિકામાં મંદીના ભણકારા

20 દિવસ પહેલા સુધી યુએસ શેરબજાર રેકોર્ડ હાઈ પર હતું. અર્થતંત્ર મજબૂત દેખાતું હતું. મંદીના કોઈ સંકેત નહોતા. પણ હવે બધે મંદીની ચર્ચા છે. કારણ એ છે કે અમેરિકન શેરબજારમાં (ડાઉ જોન્સ, નાસ્ડેક, એસ એન્ડ પી 500) ભારે ઘટાડો નોંધાયો છે. સોમવારે ડાઉ જોન્સ 2.08% અને મંગળવારે 1.06% ઘટ્યો. 10 માર્ચે નાસ્ડેક 4% અને 11 માર્ચે 0.51% ઘટ્યો. તેવી જ રીતે, SP 500 સોમવારે 2.7% અને મંગળવારે 0.73% ઘટ્યો. સોમવારે, નાસ્ડેકમાં સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી ખરાબ દિવસ જોવા મળ્યો, જેમાં 4%નો ઘટાડો થયો. ડાઉ જોન્સ, જે લગભગ 900 પોઈન્ટ ઘટી ગયો હતો, તે 1 નવેમ્બર, 2023 પછી પહેલી વાર તેની 200-દિવસની મૂવિંગ એવરેજથી નીચે બંધ થયો. ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે મંદીની શક્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અર્થતંત્ર ‘પરિવર્તનના તબક્કા’માંથી પસાર થઈ રહ્યું છે. સોમવારના બંધ સમયે SP 500 ના 366 ઘટકો, જે આશરે 73% છે, તેમના 52-સપ્તાહના ઉચ્ચતમ સ્તરથી 10% કે તેથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યા હતા. મંદીના 6 મોટા સંકેતો સેન્સેક્સ-નિફ્ટીએ નુકસાનની ભરપાઈ કરી
મંગળવારે સેન્સેક્સે તેના મોટાભાગના નુકસાનને પાછું મેળવ્યું અને લગભગ ફ્લેટ બંધ થયું. સેન્સેક્સ 12.85 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 74,102.32 પર બંધ થયો. જોકે, ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકના શેર 27% ઘટીને રૂ. 655.95 પર બંધ થયા. બેંકે તેના ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોમાં કેટલીક વિસંગતતાઓની જાણ કરી હતી. દિવસ દરમિયાન તે 28% ઘટીને 52 અઠવાડિયાના નીચલા સ્તર ₹649 પર પહોંચી ગયો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ટ્રમ્પની ટેરિફ નીતિ પર અસ્થિરતા અને ઉચ્ચ અનિશ્ચિતતાની અસર શેરબજારો પર થવા લાગી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments