back to top
Homeસ્પોર્ટ્સશેન બોન્ડની સલાહ- બુમરાહને સિરીઝમાં 2 ટેસ્ટ રમવી જોઈએ:હવે જો તેને પીઠમાં...

શેન બોન્ડની સલાહ- બુમરાહને સિરીઝમાં 2 ટેસ્ટ રમવી જોઈએ:હવે જો તેને પીઠમાં ઈજા થઈ તો તેની કારકિર્દીનો અંત આવી શકે છે

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડે જસપ્રીત બુમરાહને સલાહ આપી છે. બોન્ડે કહ્યું કે જો તેને (બુમરાહને) હવે પીઠમાં ઈજા થાય છે, તો તેની કારકિર્દી ખતમ થઈ શકે છે. તેણે એક સમયે બેથી વધુ ટેસ્ટ મેચ ન રમવી જોઈએ. બુમરાહ હાલમાં બેંગલુરુમાં BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ ખાતે રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે. તે ક્યારે સંપૂર્ણપણે ફિટ થશે અથવા IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. T20 પછી ટેસ્ટમાં બોલિંગ ઝડપી બોલરો માટે જોખમી
બોન્ડે કહ્યું કે જો ઝડપી બોલરો T20 પછી ટેસ્ટ મેચમાં બોલિંગ કરે છે તો તેમને ઈજા થવાનું જોખમ વધુ હોય છે. IPLમાં અઠવાડિયામાં 3 મેચ રમવાની હોય છે. તેમાં બે દિવસની મુસાફરીનો સમાવેશ થાય છે અને પ્રેક્ટિસ માટે કોઈ સમય નથી. આમાં બોલરે ઓછી ઓવર ફેંકવી પડે છે. એક બોલરને ત્રણ IPL મેચમાં વધુમાં વધુ 20 ઓવર બોલિંગ કરવાનો મોકો મળી શકે છે. જે એક ટેસ્ટ મેચના વર્કલોડના અડધા કે તેનાથી ઓછા બરાબર છે. ટેસ્ટ ક્રિકેટમાં તમારે સતત બોલિંગ કરવી પડે છે. બુમરાહ BGT ટ્રોફીની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો
આ વર્ષે BGT ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચ દરમિયાન બુમરાહને પીઠનો દુખાવો થયો હતો. તેને સ્કેન માટે જવું પડ્યું. બુમરાહની માર્ચ 2023માં પીઠની સર્જરી થઈ હતી. અત્યારે દુખાવો એ જ જગ્યાએ છે. બુમરાહે BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ પોતાની ઈજા અંગે વિદેશી ડોક્ટરોની સલાહ પણ લીધી હતી અને હવે તે બેંગલુરુમાં રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે. બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર કરવો પડ્યો હતો. શરૂઆતમાં તેમને ટુર્નામેન્ટ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ બાદમાં તેને ટુર્નામેન્ટમાંથી બહાર કર્યો અને તેના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો હતો. બોન્ડે કહ્યું- બુમરાહને વર્કલોડનું મેનેજ કરવાની જરૂર
શેન બોન્ડ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કોચ રહી ચૂક્યા છે. તેણે બુમરાહને પોતાના વર્કલોડને મેનેજ કરવાની સલાહ પણ આપી. કહ્યું કે IPL પછી ઇંગ્લેન્ડ પ્રવાસ પર બુમરાહને 2 થી વધુ ટેસ્ટ મેચ ન રમવી જોઈએ. IPL 25 મેના રોજ સમાપ્ત થશે. બોન્ડે એમ પણ કહ્યું કે તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર બેથી વધુ ટેસ્ટ મેચ ન રમવી જોઈએ. T20 વર્લ્ડ કપ આવતા વર્ષે (2026) યોજાવાનો છે. તે ભારતનો મુખ્ય બોલર છે. આવી સ્થિતિમાં, તેને ઈજાથી બચાવવા માટે તેનો વર્કલોડ​​​​​​​ ઘટાડવો મહત્વપૂર્ણ છે. બુમરાહે ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટમાં 151 ઓવર ફેંકી હતી
ભારત 28 જૂનથી 3 ઓગસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાનું છે. બોન્ડે કહ્યું કે ભારત બુમરાહને 2024-25ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જે પ્રકારનું વર્કલોડ આપ્યું હતું તે આપી શકે નહીં. બુમરાહે ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટમાં 151.1 ઓવર ફેંકી હતી. મેલબોર્ન ખાતે બોક્સિંગ ડે ટેસ્ટમાં 52 ઓવર ફેંકી. આ તેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ બોલિંગ છે. BGTમાં 32 વિકેટ લીધી, ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ ખેલાડી બન્યો
જાન્યુઆરી 2025ની શરૂઆતમાં સમાપ્ત થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બુમરાહે 32 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. બુમરાહ 2023ના અંતમાં પીઠની ઈજામાંથી સ્વસ્થ થયા પછી પરત ફર્યો. તેણે 2024માં 13 ટેસ્ટમાં 71 વિકેટ લીધી હતી. આ સિરીઝ દરમિયાન, બુમરાહે 200 ટેસ્ટ વિકેટનો આંકડો પણ પાર કર્યો, અને આમ કરનાર 12મો ભારતીય બોલર બન્યો. 31 વર્ષીય બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ ઝડપનાર બોલરોમાં સૌથી ઓછી સરેરાશ (19.4) છે. 2024માં 13 ટેસ્ટમાં 71 વિકેટ લીધી
બુમરાહે વર્ષ 2024માં રમાયેલી 13 ટેસ્ટમાં 71 વિકેટ લીધી હતી. તે ભારત માટે એક કેલેન્ડર વર્ષમાં 70 થી વધુ વિકેટ લેનાર ચોથો બોલર છે. તેમના પહેલા રવિચંદ્રન અશ્વિન, અનિલ કુંબલે અને કપિલ દેવ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં, ટેસ્ટ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં 17 બોલરોએ 70થી વધુ વિકેટ લીધી છે, પરંતુ કોઈની સરેરાશ બુમરાહના 14.92ની બરાબર નથી રહી. બોન્ડ 34 વર્ષની ઉંમરે નિવૃત્ત થયો
બોન્ડની 29 વર્ષની ઉંમરે પીઠની સર્જરી થઈ. સતત ઈજાઓ છતાં, બોન્ડ 34 વર્ષની ઉંમર સુધી રમવાનું ચાલુ રાખ્યું, અને પછી છ મહિનાથી ઓછા સમયમાં ટેસ્ટ અને પછી બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે 18 ટેસ્ટ મેચમાં 3.41ની ઇકોનોમીથી બોલિંગ કરીને 87 વિકેટ લીધી છે. તેણે 82 ODI મેચમાં 4.28ની ઇકોનોમીથી બોલિંગ કરીને 147 વિકેટ લીધી છે. જ્યારે 20 T0 મેચમાં તેણે 7ની ઇકોનોમીની 25 વિકેટ લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments