આથિયા શેટ્ટી અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાનાં છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. ફોટોમાં KL રાહુલ પણ પત્ની સાથે રોમેન્ટિક થતો દેખાયો હતો. એક્ટ્રેસ તેની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. આથિયા શેટ્ટીએ બેબી બમ્પના ફોટા શેર કર્યા
બુધવારે સાંજે આથિયા અને કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી. જેમાં એક્ટ્રેસ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે. ફોટામાં આથિયાએ લાઈટ યલો કલરનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે કેએલ રાહુલે સફેદ ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. ફોટામાં, આથિયા રાહુલના કપાળ પર કિસ કરતી જોવા મળી. બીજા એક ફોટામાં, એક્ટ્રેસ ગાર્ડનમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી. આ ફોટામાં તેણે વ્હાઈટ શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, “ઓહ, બેબી! બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ કોમેન્ટ કરી
બંનેની આ પોસ્ટ પર ફેન્સ ઉપરાંત બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. કિયારા અડવાણીએ કોમેન્ટમાં રેડ હાર્ટ પોસ્ટ કર્યું હતું. શોભિતા ધુલિપાલાએ લખ્યું, મારી આંખો… મારું દિલ. રણવીર સિંહે લાલ હાર્ટ ઇમોજી સાથે લખ્યું, પ્રેમ અને આશીર્વાદ. તે જ સમયે, આથિયાના પિતા સુનીલ શેટ્ટીએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજી શેર કર્યું હતું. ‘આપ ભી છોટા ચહલ ડિસર્વ કરતે હો’
ધનશ્રીએ આથિયાની આ તસવીરો પર લવ ઇમોજી શેર કર્યું. તેની કોમેન્ટ પર ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક ફેન્સે લખ્યું- આપ ભી છોટા ચહલ ડિસર્વ કરતે હો. ખાસ વાત એ છે કે ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે, પરંતુ ફેન્સ ઇચ્છે છે કે બંને ફરીથી એક થાય અને તેમનો પરિવાર આગળ વધારે. આથિયા-કેએલ રાહુલ 2025માં બાળકના સ્વાગત માટે તૈયાર
ગયા વર્ષે નવેમ્બરમાં, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘અમારું સુંદર વરદાન 2025માં જલદી આવી રહ્યું છે’. નોંધનીય છે કે, લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. 4 વર્ષ ડેટિંગ કર્યા પછી, 2023માં લગ્ન કર્યા હતાં
23 જાન્યુઆરી, 2023ના રોજ આથિયા શેટ્ટીએ ક્રિકેટર કે.એલ. સાથે લગ્ન કર્યાં. લગ્ન પહેલા બંને લગભગ 4 વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. આ લગ્ન સુનીલના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં નજીકના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં થયાં હતાં. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ કંઈ ખાસ કમાલ ન કરી શકી. આ પછી, આથિયા ‘મુબારકા’, ‘મોતીચૂર ચકનાચૂર’ જેવી થોડી જ ફિલ્મોમાં જોવા મળી છે. લગ્ન પછી આથિયાએ હજુ સુધી કોઈ નવી ફિલ્મ સાઇન કરી નથી.