દર વર્ષે માર્ચ મહિનાના બીજા શુક્રવારને ‘વિશ્વ ઊંઘ દિવસ’ તરીકે મનાવાય છે. 2025માં આ દિવસની થીમ-‘મેક સ્લીપ હેલ્થ અ પ્રાયોરિટી’ રાખવામાં આવી છે. લોકલસર્કલ્સ દ્વારા કરાયેલા સરવે મુજબ, ભારતમાં 59% લોકોને રાત્રે સતત 6 કલાકની ઊંઘ મળતી નથી. તેમાંથી 38% લોકોને શનિ-રવિ અને રજાના દિવસોમાં પણ વધારાની ઊંઘ મળી શકતી નથી. અપૂરતી ઊંઘ પૂરી કરવા 36% લોકો રવિવારે બપોરે સૂવે છે. 6 કલાકથી ઓછી ઊંઘ મેળવતા લોકોમાં 72% જણાવ્યું હતું કે, તેઓ એક કે વધુ વખત રાત્રે વોશરૂમ જતાં હોવાથી સળંગ ઊંઘ લઇ શકતા નથી. 25% લોકોએ કહ્યું હતું કે, સારી ઊંઘ માટે ટિપ્સ
1.દૈનિક રૂટિનને જાળવી રાખો
2.સૂતી વખતે ટીવી જોવાનું ટાળો
3.જમ્યા પછી તરત ન સૂવું
4.દિનચર્યામાં કસરતને ઉમેરો
5. સૂતા પહેલા ઠંડા-પીણાં ટાળો
6. બેડરૂમ ડાર્ક -વ્યવસ્થિત રાખો
7.સારી પથારી, તકિયા પર સૂવો
8.એલાર્મ વિના ઊઠવાની ટેવ કેળવો
9.ખોરાકમાં કેફિનનું પ્રમાણ ઘટાડો
10. ખાલી પેટે સૂવાનું ટાળો નિરંતર ઊંઘ ન મળવાના કારણો
{ નિરંતર 8 કલાકની ઊંઘ ન મળવામાં કયા કારણો નડતરરૂપ થાય છે? તેમાં 72% લોકોએ કહ્યું હતું કે, એક કે વધુ વખત વોશરૂમ જવાના કારણે સળંગ ઊંઘ મળતી નથી. 25% કહ્યું કે, તેઓ રાતે મોડા ઊંઘે છે અને સવારે વહેલા ઊઠીને કામ કરવાનું હોય છે. 22% મચ્છર અને બહારના અવાજને લીધે ઊંઘી નથી શકતા. 9% આરોગ્યના કારણોસર અને 6% મોબાઇલ કોલ અને મેસેજને મુખ્ય કારણ જણાવ્યું હતું. 23% શનિ-રવિ વધુ ઊંઘે છે
{ સરવેમાં પૂછવામાં આવ્યું હતું કે, અપૂરતી ઊંઘને પૂરી કરવા શું કરો છો? 23% લોકોએ કહ્યું હતું કે, શનિ-રવિ વધુ સમય ઊંઘ લઇએ છે. 36% કહ્યું કે, રવિવારે બપોરે સૂઇ જઇએ છે. 13% રજાના દિવસે વધુ ઊંઘ મેળવે છે. જ્યારે સરવેમાં 6 કલાકથી ઓછી સળંગ ઊંઘ લેનારા 38% લોકોએ કહ્યું હતું કે, સામાન્ય રીતે તેઓ અપૂરતી ઊંઘને વીકેન્ડ પર પણ પૂરી કરી શકતા નથી. કેટલા કલાકની સતત ઊંઘ?
ઊંઘના કલાકટકાવારી
8-10 કલાક2%
6-8 કલાક39%
4-6 કલાક39%
4 કલાક સુધી20%
(સ્ત્રોતઃ લોકલસર્કલ્સ)