જળવાયુ પરિવર્તનનું જોખમ હવે સ્પષ્ટપણે દેખાય છે. ‘ગ્લોબલ વિર્ડિંગ’ના કારણે વિશ્વના 95% મુખ્ય શહેરોમાં અતિશય વરસાદ અથવા લાંબા સમય સુધી દુષ્કાળ પડી રહ્યો છે. લખનૌ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને દિલ્હી જેવા ભારતીય શહેરો પણ આ સંકટની ઝપેટમાં છે. બ્રિસ્ટોલ અને કાર્ડિફ યુનિવર્સિટીના રિસર્ચરે વિશ્વભરના 112 મુખ્ય શહેરોનો અભ્યાસ કર્યો. તેમાં જાણવા મળ્યું છે કે ઝડપથી બદલાતા હવામાનને કારણે આબોહવા સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. જ્યારે રેકોર્ડ બ્રેક ગરમી, ઠંડી, દુષ્કાળ અથવા વરસાદ પડે છે, ત્યારે તેને ‘ગ્લોબલ વિર્ડિંગ’ કહેવામાં આવે છે. ભારત પર વધતો ખતરો, તેનું કારણ શહેરીકરણ અને વોટર મેનેજમેન્ટ સિસ્ટમની ખામી રિસર્ચર્સ કહે છે કે ઝડપી શહેરીકરણ અને જૂની ડ્રેનેજ સિસ્ટમ્સ અને વોટર મેનેજમેન્ટ સિસ્ટમને કારણે ભારતમાં જળવાયુ સંકટની અસર બમણી થઈ રહી છે. એક્સપર્ટ સોલ ઓયુએલાએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભારતના વધુ શહેરો જોખમમાં મુકાશે. રિસર્ચ: 24 શહેરોમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છેલ્લા બે દાયકામાં, વિશ્વના 24 શહેરોની સમગ્ર આબોહવાની પેટર્ન બદલાઈ ગઈ છે. જે શહેરોમાં પહેલા શુષ્કતા હતી ત્યાં વરસાદ વધ્યો છે, જ્યારે જે વિસ્તારોમાં પહેલા વરસાદ પડતો હતો ત્યાં હવે દુષ્કાળ પડી રહ્યો છે. ડલાસ, જકાર્તા, મેલબોર્ન જેવા 17 શહેરોમાં ભારે સ્થિતિ આ સંશોધનમાં 17 શહેરોની ઓળખ કરવામાં આવી છે જે આબોહવા અસંતુલનને કારણે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. રિસર્ચ મુજબ, કરાચી અને સાઓ પાઉલો ‘ડે ઝીરો’ ની નજીક છે રિસચર્સ માને છે કે જો જળવાયુ પરિવર્તનનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે, તો વિશ્વના ઘણા શહેરોને ‘ડે ઝીરો’ એટલે કે પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. કરાચી અને સાઓ પાઉલો સૌથી વધુ જોખમમાં છે. આ ઉપરાંત, નૈરોબી, ખાર્તુમ અને જકાર્તાને પણ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા શહેરો માનવામાં આવે છે. એક્સપર્ટના મતે, જો જળવાયુ પરિવર્તનની ગતિ ઘટાડવી હોય, તો મોટા શહેરોએ તેમની ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરવો પડશે અને પાણી સંરક્ષણ નીતિઓ અપનાવવી પડશે. જો હમણાં પગલાં લેવામાં નહીં આવે, તો આગામી કેટલાક દાયકાઓમાં શહેરોમાં રહેવું વધુ મુશ્કેલ બનશે.