વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત થયો છે. આ ઘટનામાં કાર ચાલકે કેટલાક લોકોને અડફેટે લેતા ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકે મોપેડને અડફેટે લેતા એકનું મોત
આ ઘટના મામલે જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું છે કે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળ પર મોત થયું છે. જ્યારે 3 જેટલા લોકો ઘયલ થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સમયે કારમાં બે લોકો સવાર હતા તેમાથી એકની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ વિડીયોના આધારે જ્યારે ગાડીમાં બે લોકો સવાર હતા. પોલીસ વિડીયોના આધારે તપાસ કરી રહી છે. આ ઘટનામાં હેમાલીબેન પટેલનં મોત થયું છે. આવતીકાલે ધુળેટી હોય કલર લેવા માટે નીકળ્યા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં 12 વર્ષના જૈની, 35 વર્ષના નિશાબેન, 10 વર્ષની અજાણી બાળકી તેમજ અજાણ્યા 40 વર્ષના વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે.