આમિર ખાન 14 માર્ચે પોતાનો 60મો જન્મદિવસ ઉજવશે. બુધવારે આ પહેલા એક્ટરના ઘરે કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. સલમાન અને શાહરુખ આમિરના જન્મદિવસ પહેલા તેના ઘરે પહોંચ્યા. ત્રણેયની આ મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં શાહરુખ પાપારાઝીને ટાળતો જોવા મળે છે. સલમાન-શાહરુખ અને આમિર સાથે દેખાયા આમિર ખાનના ઘરની બહારથી ઘણી ઝલક સામે આવી છે. સલમાન ખાન આમિરના મકાનમાંથી બહાર નીકળતો જોવા મળ્યો. આ દરમિયાન બંનેએ એકબીજાને ભેટ્યા. જ્યારે શાહરુખ ખાન પાપારાઝીને ટાળતો જોવા મળ્યો હતો. ભારે સુરક્ષા વચ્ચે શાહરુખ આમિરના ઘરે પહોંચ્યો. એક્ટરે કાળો હૂડી પહેર્યો હતો જેથી પાપારાઝી તેને રેકોર્ડ ન કરી શકે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં ત્રણેય સાથે જોવા મળ્યા હતા આપહેલા ગયા વર્ષે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ત્રણેય ખાન સાથે જોવા મળ્યા હતા. જામનગરમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સમારોહમાં ત્રણેય એક્ટર્સ સાથે જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન, ત્રણેયે ‘નટુ નટુ’ ગીત પર સાથે ડાન્સ પરફોર્મન્સ આપ્યું. શાહરુખ, સલમાન અને આમિર ‘RRR’ ગીતના હૂક સ્ટેપ પર ડાન્સ કરતા જોવા મળ્યા. ત્રણેયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સલમાનની આ ફિલ્મ ઈદના દિવસે રિલીઝ થશે વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન સુજોય ઘોષની ફિલ્મ કિંગમાં જોવા મળશે. જ્યારે સલમાન ખાન, એઆર મુરુગદાસની ફિલ્મ ‘સિકંદર’ ઈદના તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આમિર ખાનની આગામી ફિલ્મ સિતારે જમીન પર છે. આમિરને તેના 60મા જન્મદિવસ પર સન્માનિત કરવામાં આવશે નોંધનીય છે કે, આમિર ખાનને તેમના 60મા જન્મદિવસ નિમિત્તે બોલિવૂડ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે એક ખાસ ફિલ્મ મહોત્સવમાં સન્માનિત કરવામાં આવશે. તાજેતરમાં, એક કાર્યક્રમમાં ‘આમિર ખાન: મેજિશિયન ઓફ સિનેમા’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. આમાં એક્ટરની ઘણી ફિલ્મો બતાવવામાં આવશે. આમિરની પ્રખ્યાત ફિલ્મો સિનેમાઘરોમાં બતાવવામાં આવશે પીવીઆર સિનેમાએ આમિર ખાનના સન્માનમાં એક ખાસ ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત કરી. આ કાર્યક્રમ 14 માર્ચે આમિરના જન્મદિવસે શરૂ થશે અને 27માર્ચ સુધી ચાલુ રહેશે.એક્ટરના ચાહકોને તેમની કેટલીક પ્રખ્યાત ફિલ્મો થિયેટરોમાં જોવાની તક મળશે.