ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે ભારતની બેન્ચ સ્ટ્રેન્થની પ્રશંસા કરી છે. ગુરુવારે, સ્ટાર્કે યુટ્યુબ ચેનલ ફેનેટિક્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘મને લાગે છે કે ભારત એકમાત્ર એવો દેશ છે જે એક જ દિવસે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં, ઇંગ્લેન્ડ સામે વન-ડેમાં અને સાઉથ આફ્રિકા સામે T20માં ત્રણ ટીમ રમી શકે છે અને દરેકને સમાન સ્પર્ધા આપી શકે છે.’ 35 વર્ષીય સ્ટાર્ક ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળશે. દિલ્હીએ તેને મેગા ઓક્શનમાં 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ગયા સીઝનના ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. કોઈ બીજી ટીમ આ કરી શકે નહીં: સ્ટાર્ક
ઇન્ટરવ્યૂ દરમિયાન, મિચેલ સ્ટાર્કે કહ્યું, મને લાગે છે કે ભારત એકમાત્ર એવો દેશ છે જે એક જ દિવસમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં, ઇંગ્લેન્ડ સામે વન-ડેમાં અને સાઉથ આફ્રિકા સામે T20માં 3 ટીમ રમી શકે છે. છતાં તે દરેકને સમાન સ્પર્ધા આપી શકે છે અને ફક્ત ભારત જ આ કરી શકે છે. આ બીજી કોઈ ટીમ માટે શક્ય નથી. અમે બધા દરેક લીગમાં રમી શકીએ છીએ, પરંતુ ભારતીય ખેલાડીઓ ફક્ત IPLમાં જ રમી શકે છે
IPL વિશે પૂછવામાં આવતા સ્ટાર્કે કહ્યું, મને ખબર નથી કે તેનાથી કોઈ ફાયદો થશે કે નહીં, પરંતુ અન્ય દેશોના બધા ખેલાડીઓ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમી શકે છે પરંતુ ભારત ફક્ત IPL જ રમી શકે છે. જોકે IPL ખૂબ મોટી ટુર્નામેન્ટ છે. આનાથી નવા ખેલાડીઓને તક મળે છે. દિલ્હી કેપિટલ્સે સ્ટાર્કને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો
મિચેલ સ્ટાર્ક 22 માર્ચથી શરૂ થનારી IPL-2025માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. દિલ્હીએ તેને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સ્ટાર્ક પગની ઘૂંટીની ઈજાને કારણે તાજેતરની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલ મેચમાં ભારત સામે હારી ગયું હતું.