back to top
Homeગુજરાત64 વર્ષે ધૂળેટીનો રંગોત્સવ ને રમજાનમાં જુમ્માની નમાજ:રંગમાં ભંગ ના પડે તે...

64 વર્ષે ધૂળેટીનો રંગોત્સવ ને રમજાનમાં જુમ્માની નમાજ:રંગમાં ભંગ ના પડે તે માટે ગુજરાત પોલીસ હાઇ એલર્ટ, સો.મીડિયાનું મોનિટરિંગ અને ડ્રોન સર્વેલન્સથી ચાંપતી નજર

નાગરિકો સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં હોળી-ધુળેટી અને રમજાનની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લખનીય છે કે, ધુળેટી શુક્રવારે એટલે કે જુમ્માના દિવસે આવે છે અને રમજાન માસ પણ છે. 64 વર્ષ પહેલા એટલે કે 4 માર્ચ, 1961ના રોજ આવો જ યોગાનુયોગ થયો હતો. ધાર્મિક સ્થળોએ હોળીની બપોરથી જ સુરક્ષા
ખાસ કરીને મોટા શહેરો, ડાકોર મંદિર સહિતના ધાર્મિક સ્થળો અને કવાંટના લોકમેળાની જગ્યાએ સુરક્ષા બંદોબસ્તની માહિતી રાજ્ય પોલીસ વિભાગ એકત્ર કરી હોળીના દિવસે બપોરથી બંદોબસ્ત ગોઠવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભીડભાડ વાળી જગ્યાઓ પર બંદોબસ્ત રાખવા પોલીસ વડાની સૂચના
આ વિડિયો કોન્ફરન્સમાં સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. તે ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સમુદાય સાથે સંવાદ સાધી જરૂરી તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. રાજ્ય પોલીસ વડાએ તાકીદ કરી કે, ભીડભાડ વાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પર જરૂરી બંદોબસ્ત રાખવો અને સંવેદનશીલ સ્થળોએ પૂરતી પોલીસ ફોર્સ મૂકીને સુરક્ષા વધારવી. ખોટી માહિતી અને અફવાઓ રોકવા સ્થાનિક સ્તરે સોશિયલ મીડિયાનું મોનીટરીંગ કરવું જરૂરી છે. શહેર ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકિંગ કરવા તેમજ ભીડ વાળા વિસ્તારોમાં ખાસ શી ટીમો તૈનાત કરી નિરીક્ષણ વધારીને સતત પેટ્રોલિંગ અને પોલીસ વાહનોની હાજરી દ્વારા લોકોમાં સુરક્ષાની ભાવના જાળવવા રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે. હોળી, ધુળેટી અને રમજાનને લઈ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ચૂસ્ત સૂરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ ફૂટ પેટ્રોલિંગ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત પણ ગોઠવવા માટેની સૂચના આપી છે. જ્યારે કેટલાક સ્થળે ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરમાં SRP અને પોલીસ જવાનો તૈનાત
વડોદરાની સુરક્ષા વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, હોળી અને ધુળેટીના પર્વને લઈને વડોદરા શહેરમાં સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 10 દિવસમાં શહેરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આજે હોલિકા દહનને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબત ગોઠવવામાં આવ્યો છે. અહીં ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં સ્થાનિક પોલીસ અને SRP જવનો તૈનાત રહેશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે ધૂળેટીને લઈને જાહેર સ્થળો, બાગ બગીચાઓ, હાઉસિંગ કોલોનીઓ અને પાર્ટી પ્લોટ્સમાં ઉજવણી થતી હોય છે. જેને પગલે સંવેદનશીલ વિસ્તારમાં મેપિંગ કરીને પોલીસ તૈયાર કરવામાં આવશે. ધૂળેટી પર્વની સાથે સાથે રમજાન માસ પણ ચાલી રહ્યો છે. જેથી ધાર્મિક આગેવાનો અને સ્થાનિકો સાથે મિટિંગ કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે નીચે તકેદારી રાખી છે. તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ સ્કીમ પણ લાગુ કરવામાં આવી છે. જ્રે માટે ટ્રાફિક પોલીસ કર્મીઓ, ટીઆરબી જવાનો અને સ્થાનિક પોલીસ પણ ખડેપગે રહેશે. સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન અને 750 બોડી વોર્ન કેમેરાથી સર્વેલન્સ
કોમારે વધુમાં કહ્યું કે, મહીસાગર નદી અને વડોદરા શહેર અને આસપાસના તળાવોમાં લોકોના ન્હાવા માટે જતા હોય છે. જેથી કોઈ દુર્ઘટના ન થાય તે માટે ત્યાં પણ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. હું શહેરીજનોને અપીલ કરું છું કે, હોળી અને ધુળેટી પર્વ નિમિત્તે સુરક્ષાને ધ્યાને રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ધ્યાન રાખજો અને આવા સમયે 100, 112 અને 181 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આવતીકાલે વડોદરા શહેર પોલીસના 2 હજાર જવાનો, 850 હોમગાર્ડ, 5 SRP કંપનીઓ તૈનાત રહેશે. આમ સમગ્ર શહેરમાં પોલીસની હાજરી રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા માટે CCTV અને 750થી વધારે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. સુરત પોલીસ એલર્ટ મોડ પર
સુરત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત ગણેશ મહોત્સવ પર પંડાલ પર પથ્થર ફેંકાવાની ઘટનાને ધ્યાન લઈ પોલીસ એલર્ટ મોડ પર છે.
શહેર પોલીસ દ્વારા ધુળેટીના દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં 24 કલાક પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ કરવામાં આવશે. તેમજ બે વધારાની ટુકડી પણ તૈનાત કરવામાં આવશે. શહેરમાં શાંતિ જાળવવા માટે બે SRPની ટુકડી ખડે પગે રહેશે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોના પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં બંને ધર્મોના આગેવાનો હાજર રહ્યા અને શાંતિપૂર્ણ હોળી અને ધુળેટી ઉજવવા સહમત થયા હતા. સુરતમાં બપોરથી જ સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત
ધુળેટી પર સુરક્ષા વ્યવસ્થાને લઈ ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, હોલિકા દહન અને ધુળેટીને ધ્યાનમાં રાખીને બપોરથી જ સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીસીઆર વેન દ્વારા રૂટ બનાવીને પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. તમામ જીપીએસવાળી બાઇક પણ પેટ્રોલિંગ પર છે. શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ તૈનાત રહેશે. કાલે પણ વહેલી સવારથી જ બંદોબસ્ત ગોઠવી દેવાશે. લોકોને અપીલ કરવામાં આવી છે કે હોળી ઉત્સાહનો પર્વ છે, તેથી કોઈની લાગણી દુભાય એવું કૃત્ય ન કરવામાં આવે. કોઈપણ બાબત હોય તો પોલીસને જાણ કરવામાં આવે. ઝઘડા કે બબાલની ઘટનાઓ ન બને તે માટે તમામ લોકો પ્રયાસ કરે. ડ્રોન દરેક બંદોબસ્તમાં અમે ડિપ્લોય કરીએ છીએ. અમે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન સાથે સર્વેલન્સ કરીશું. શહેરના સંવેદનશીલ પોઈન્ટ પર એસઆરપીની ટુકડી તૈનાત કરાશે. સાથે હોમગાર્ડ બહારથી આવ્યા છે, તેમને પણ ડિપ્લોય કરવામાં આવ્યા છે. રાજકોટમાં હેડ ક્વાર્ટરના સ્ટાફની રજા રદ કરી
રાજકોટની સુરક્ષા વ્યવસ્થા અંગે શહેર પોલીસે તૈયારીઓ કરી લીધી છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ધુળેટી અને જુમ્માની નમાઝ સાથે હોવાથી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. પોલીસ સ્ટેશન ઉપરાંત હેડ ક્વાર્ટરના સ્ટાફની રજા રદ કરી દેવામાં આવી છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી અને તમામ પોલીસ મથકનો સ્ટાફ બંદોબસ્તમાં ખડેપગે રહેશે. આ ઉપરાંત ધુળેટીના દિવસે પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. શી ટીમ અને દુર્ગાશક્તિ ટીમ સતત પેટ્રોલિંગમાં રહેશે
આ બંદોબસ્તમાં તમામ ડીસીપી, એસીપીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને પોલીસ અધિકારીઓ કર્મચારીઓ હોમગાર્ડ અને TRB જવાન સહીત 1680 પોલીસ બંદોબસ્તમાં જોડાશે. મહિલાઓની છેડતી ન થાય તે માટે ખાસ શી ટીમ અને દુર્ગાશક્તિ ટીમ સતત પેટ્રોલિંગમાં રહેશે. ધુળેટી પર્વ અને જુમ્માની નમાઝ લોકો શાંતિથી ઉજવી શકે તે માટે ખાસ એક્શન પ્લાન પણ ઘડવામાં આવ્યો છે અને તમામ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 32 જેટલા સંવેદનશીલ પોઇન્ટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને સૌથી વધુ સંવેદનશીલ પોઇન્ટ ભક્તિનગર અને થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છે. SOG દ્વારા ડ્રોન મારફત પણ પેટ્રોલિંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જાહેર રસ્તા પર ચાલુ વાહનમાં કલર કે ફૂગ્ગા ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે માટે એવું કોઈ કંઈ કરશે તો જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments