back to top
Homeગુજરાતઆજે ધુળેટીના રંગે રંગાશે ગુજરાતીઓ:રાજ્યમાં ઠેર ઠેર પુલ પાર્ટી, રેઇન ડાન્સ અને...

આજે ધુળેટીના રંગે રંગાશે ગુજરાતીઓ:રાજ્યમાં ઠેર ઠેર પુલ પાર્ટી, રેઇન ડાન્સ અને ફોર્મ ડાન્સ સાથે પર્વની ઉજવણી, અમદાવાદમાં લા ટામોટીનાની થીમ પર સેલિબ્રેશન

ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 14 માર્ચ 2025ના રોજ ધુળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં ઠેર ઠેર મોટા પાર્ટી પ્લોટ, ક્લબ, શેરીઓમાં અને સોસાયટીઓમાં રંગેચંગે રંગપર્વની ઉજવણી થઈ રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પુલ પાર્ટી, રેઇન ડાન્સ વીથ લંચ-ડીનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં કેટલાક સ્થળો પર આ વર્ષે લા ટામોટીનાની થીમ પર ધુળેટી સેલિબ્રેશનનું આયોજન કરાયું છે. ત્યારે આજે લોકો ડીજે વિથ ડાન્સ, રેઇન ડાન્સ, ફોર્મ ડાન્સ, તેમજ અબીલ ગુલાલના રંગે રંગાશે. સ્પેનના ફેસ્ટિવલ ‘લા ટામોટીના’ની માફક સેલિબ્રેશન
અમદાવાદમાં રેઈન ડાન્સ, પુલ પાર્ટી જેવા આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્પેનના લા ટામોટીના ફેસ્વિટવની માફક ટામેટાથી હોળી રમવાનું પણ આયોજન કરાયું છે. કેટલાક સ્થળો પર ઓર્ગેનિક કલરની સાથે સાથે ફોમનો ઉપયોગ કરીને પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરાશે. જોકે, 13 માર્ચ 2025ના રોજ રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરના પાલેજમાં રાજ્યની સૌથી ઊંચી હોળીનું દહન કરાયું હતું. આ દરમિયાન આગાહીકાર અંબાલાલ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. હોળી દિશા જોઈને અંબાલાલ પટેલે વરતારો આપતા કહ્યું હતું કે, આ વર્ષ આઠથી દસ આની રહેવાની શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments