back to top
Homeગુજરાતભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કેસનો મામલો:સિનિયર-જુનિયર ડૉક્ટર્સ સહિત 8ની ધરપકડ, વિદ્યાર્થીઓને કારમાં...

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કેસનો મામલો:સિનિયર-જુનિયર ડૉક્ટર્સ સહિત 8ની ધરપકડ, વિદ્યાર્થીઓને કારમાં બંધક બનાવી માર માર્યો હતો

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નીલમબાગ પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી. જેમાં 7 માર્ચના રોજ વિદ્યાર્થીઓને કારમાં અપહરણ કરી, અશ્લીલ શબ્દો બોલી, ગાળો દઈ મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી. જે સંદર્ભમાં મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓને એન્ટી-રેગિંગ કમિટીના નિર્ણય બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. ઘટનાની તપાસ બાદ, નીલમબાગ પોલીસે આજે એક સપ્તાહ બાદ 8 શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ઈશાન કોટકે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, JGSનો સભ્ય તથા આકાશ CRમાં સભ્ય હોય અને કોલેજમાં અમારા દ્વારા લેવાયેલા અમુક નિર્ણય તેમજ પદવીદાન સમારોહ કાર્યક્રમમાં આયોજનની દાઝ તેમજ મેં અને મારા મિત્ર આકાશે મારા ફોનમાં એક ઈન્સ્ટ્રાગ્રામ પેજ બનાવેલ જેનું નામ “કોન્વોકેશન સ્પીકસ” રાખેલ જે માત્ર રમુજ માટે બનાવેલ હતું જેમાં રમુજ લખીને નિર્દોષ મજાક કરેલ તે બાબતે મન દુઃખ રાખી અમારા બેચમેન્ટ ડો.મિલન કાકલોતર, ડો.પિયુષ ચૌહાણ, ડો.નરેન ચૌધરી, ડો.મન પટેલનાઓએ અમારા સિનિયર ડોક્ટર બરભદ્રસિંહ સાથે મળી એક સંપ કરી તેઓની સાથે જેડી તથા કાનો નામના વ્યક્તિને લાવી અમોને બળજબરીથી કારમાં બેસાડી ઉપરોક્ત તમામ વ્યક્તિઓએ ઢીકા પાટુ વડે માર માર્યો હતો અને ગાળો આપી અમારી પાસે અશ્લીલ શબ્દો બોલાવ્યા હતા. આશરે 3:30 કલાક સુધી બળજબરીથી ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત અમન જોશીએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, કોલેજમાં સ્પોર્ટ્સને લગતી અમુક કામગીરી કરતા હોય જેમાં ફરિયાદી દ્વારા લેવાયેલા અમુક નિર્ણય તેમજ પદવીદાન સમારોહ કાર્યક્રમમાં આયોજન બાબતે મનભેદ થતાં તેની દાઝ રાખી રાત્રીના 2:15 વાગે ન્યુ બોય હોસ્ટેલના રૂમ નંબર. 501માં આરોપીઓ ડો. મન પટેલ, ડો. નરેન ચૌધરી, ડો.બળભદ્રસિંહ, ડો.મિલન કાકલોતર નાઓ એ બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ડૉ.નરેન ચૌધરી, ડો.મન પટે નાઓ એ મારા મોઢાના ભાગે બંને ગાલે લાફાનો માર માર્યો હતો. નીલમબાગ પોલીસે બે જુદી જુદી ફરિયાદના આધારે આઠ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા, ઝડપાયેલા શખ્સોઓમાં મિલનભાઇ હિંમતભાઇ કાકલોતર, પિયુષભાઇ અભેસંગભાઇ ચૌહાણ, નરેન નાથુભાઇ ચૌધરી, મન્નકુમાર મહેશભાઈ પટેલ, અભિરાજ મહિપતસિંહ પરમાર, બલભદ્રસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, જયદીપસિંહ બાપાલાલસિંહ ગોહિલ, હાર્દિકભાઇ દીલીપભાઈ ધામેચાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments