સિદ્ધપુર શહેરમાં ધુળેટીની સાંજે ગોવિંદરાયજી, માધવરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીનારાયણ ભગવાનની પાલખી યાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા વર્ષમાં માત્ર બે વખત નીકળે છે. એક રથયાત્રાના દિવસે ચાંદીના રથમાં અને બીજી ધૂળેટીની સાંજે પાલખીમાં બિરાજમાન થઈને નીકળે છે. શોભાયાત્રાએ સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં પ્રયાણ કર્યું હતું. આ વિસ્તારોમાં મંડી બજાર, નિશાળ ચકલો, ખીલાતર વાડો, અલવાનો ચકલો, કોઠારીવાસ, કાળાભટનો મ્હાઢ, પસવાદળની પોળ, રૂદ્રમહાલય અને મહેતાઓળનો સમાવેશ થાય છે. યાત્રા દરમિયાન સ્થાનિક લોકોએ ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કર્યું હતું. શ્રદ્ધાળુઓએ પૂજા અને આરતી કરી હતી. અંતે શોભાયાત્રા ગોવિંદમાધવ મંદિર ખાતે પરત ફરી હતી.