જામનગર નજીક મોરકંડા ગામમાં હોળીની રાત્રે એક સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી છે. મોરકંડાની ધાર વિસ્તારમાં રબારી સમાજના ત્રણ સગા ભાઈઓ પર જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં 25 વર્ષીય મુન્નાભાઈ હુણને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું હતું. તેમના ભાઈ મુકેશ રબારીને પણ ગંભીર ઈજાઓ થતાં સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય બે ભાઈઓ અરજણભાઈ સુધાભાઈ ઉંણ (ઉમર 30) અને દેવરાજભાઈ સુદાભાઈ ઉંણ (ઉમર 35)ને પણ ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં આરોપીઓના નામ અને હુમલાનું કારણ સામે આવશે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.