અમદાવાદના વસ્ત્રાલમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વોએ રોડ રસ્તા બાનમાં લઈ જાહેરમાં આતંક મચાવ્યો હતો જેને લઈને ગઈકાલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારબાદ આજે 14 પૈકીના 7 આરોપીએ પોતાના મકાનો પણ ગેરકાયદે ઉભા કરી દીધા હોવાનું ધ્યાન પર આવતા અમદાવાદ મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશન માટે પહોંચી હતી. સાત આરોપીઓના ગેરકાયદે મકાનોનું ડીમોલીશન શરૂ કરાતા જ આરોપીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જો કે, હાજર પોલીસ જવાનોએ સ્થિતિ કંટ્રોલમાં કરી ડીમોલીશન કામગીરી યથાવત રાખી હતી. અમદાવાદ પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. બે જૂથોએ અંગત અદાવતમાં ઝઘડો કરી આતંક મચાવ્યો હતો
વસ્ત્રાલના મહાદેવનગર નજીક જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા માટે ફરતી હતી.પરંતુ એકબીજાના માણસો મળતા ન હતા.આ સમયે ટોળું એકઠા થઈને મહાદેવ નગર નિરાંત ચોકડી તરફ આગળ વધ્યું અને રસ્તામાં જે પણ આવતું તેની વાહનોમાં તોડફોડ કરીને માર મારતા હતા.આરોપીઓએ પથ્થરમારો કરીને ખુલ્લી તલવાર સાથેના આતંક મચાવ્યો હતો. જતા લોકોને ગંદી ગાળો બોલી માર મારતા હતા. પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી હતી
આ અંગે પોલીસે ગુનો નોધી 14 આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓને પકડીને સ્થળ પર લઈ જઈને જાહેરમાં ફટકાર્યા હતા.આ ઉપરાંત આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને નહીં કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.પકડાયેલા આરોપી પૈકી સાત આરોપીઓના મકાન ગેરકાયદેસર હોવાથી કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આરોપીઓના ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યા છે. 14 પૈકીના 7 આરોપીઓના મકાન પણ ગેરકાયદે
અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં અલગ અલગ મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અમદાવાદ શહેર પોલીસ કમિશન જી.એસ મલિક પણ ડિમોલિશનની કામગીરી દરમિયાન અલગ અલગ સ્થળ પર હાજર રહ્યા હતા.પોલીસ કમિશનર દ્વારા તમામ આરોપીઓના ઘરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આરોપીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો
અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં રહેતા આરોપીઓના ઘરે આજે જ્યારે પોલીસ અને મનપાની ટીમ ડીમોલીશન માટે પહોંચી ત્યારે કેટલાક પરિવારોએ હોબાળો મચાવ્યો હતો અને કામગીરીનો વિરોધ કર્યો હતો.