શહેરમાં છેલ્લા બે મહિનામાં હિટ એન્ડ રનની 55 ઘટના બની. પરંતુ 39 આરોપી હજુ ફરાર છે. માત્ર 16ને પકડી શકાયા છે. બે મહિનામાં નોંધાયેલા આ 55 કેસમાંથી 50 ટકાથી વધુ ઘટના સાંજે 6થી સવારે 6 વચ્ચે બની હતી. આ સમયાગાળામાં હિટ એન્ડ રનના 30 કેસ નોંધાયા હતા. જાન્યુઆરીમાં હિટ એન્ડ રનમાં 28 લોકો મૃત્યુ પામ્યા હતા. આ બે મહિનામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો એક કેસ આવ્યો હતો. જ્યારે એક સગીરની ધરપકડ કરાઈ હતી. કેટલીક ઘટનામાં સીસીટીવી કેમેરા ન હોવાથી આરોપીની ધરપકડમાં મુશ્કેલી આવે છે. વિજય ચારરસ્તા પાસે બસની અડફેટે મોત કિસ્સો : 1 આ કારણોથી આરોપીને પકડી શકાતા નથી – અકસ્માત સ્થળે કે તેની આસપાસ સીસીટીવી કેમેરા ન હોવા. – મોટાભાગની ઘટનામાં સીસીટીવી રિવર્સ કરીને તપાસ થતી નથી. – કેટલાક કિસ્સામાં આરોપીઓએ નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા હોવાથી કોઈ સગડ મેળવી શકાતા નથી. – ટ્રાફિક પોલીસમાં મંજૂર મહેકમની સામે ફાળવાયેલા મહેકમની સંખ્યા ઓછી હોવાથી કામગીરીમાં વિલંબ થાય છે. કિસ્સો : 2 વિજયચાર રસ્તા પાસે હાલમાં જ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ખાનગી બસના ચાલકે બાઈકને ટક્કર મારી હતી અને ઘટના સ્થળે તેનું મોત થયું હતું. ટક્કર માર્યા બાદ બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આરોપી અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. શાક લેવા જતી યુવતીને ટક્કર, ડ્રાઈવર ફરાર પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં થોડાક સમય પહેલા જ એક યુવતી સવારે શાકભાજી લેવા માટે ઘરેથી નીકળી હતી. અકસ્માતને લીધે યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીને ટક્કર મારી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. તેનો પણ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.