છૂટાછેડા પછી પણ રિતિક રોશન અને તેની ભૂતપૂર્વ પત્ની સુજૈન ખાન સારા મિત્રો છે. બંને એકબીજા સાથે ખાસ સંબંધ ધરાવે છે અને સમય સમય પર આ વાત સાબિત કરે છે. તાજેતરમાં સુજૈન ખાને હૈદરાબાદમાં પોતાનો નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. આ ખાસ પ્રસંગે, રિતિકે ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરીને તેમને અભિનંદન આપ્યા છે. સુજૈને ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકેની કારકિર્દીમાં એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તેણે પોતાના ચારકોલ પ્રોજેક્ટનો વિસ્તાર કર્યો છે અને હૈદરાબાદમાં એક નવો સ્ટોર ખોલ્યો છે. આ પ્રસંગે, રિતિકે એક વીડિયો રીલ પોસ્ટ કરી છે, જેમાં નવા સ્ટોર અને દીવાલો પર સુજૈન દ્વારા કરવામાં આવેલી અદ્ભુત સજાવટ બતાવવામાં આવી છે. કેપ્શનમાં લખેલી લાંબી નોટમાં એક્ટરે તેમની મહેનતની પ્રશંસા કરી છે. તે લખે છે, “સપના વાસ્તવિકતામાં પરિવર્તિત થાય છે. સુજૈન, તારા પર ખૂબ ગર્વ છે. મને યાદ છે કે 20 વર્ષ પહેલાં આ એક એવો ખ્યાલ હતો જેના વિશે તમે સ્વપ્ન જોયું હતું. આજે જ્યારે તમે હૈદરાબાદમાં તમારા બીજા ચારકોલ પ્રોજેક્ટનો શુભારંભ કરી રહ્યા છો, ત્યારે હું તે નાની છોકરીની પ્રશંસા કરવાથી મારી જાતને રોકી શકતો નથી જેણે ઘણા વર્ષો પહેલા સ્વપ્ન જોવાની હિંમત કરી હતી.’ તમારી મહેનત તો સ્પષ્ટ દેખાય જ છે, પણ સૌથી વધુ તમારી યૂનિક ટેલેન્ટ દેખાય છે! ખરેખર વર્લ્ડ ક્લાસ હૈદરાબાદ ચારકોલ સ્ટોરની ડિઝાઇન, પ્રેઝન્ટેશન અને વિઝન જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. આ વિઝન શેર કરનારા બધા પાર્ટનર્સને ખૂબ ખૂબ અભિનંદન! આપ સૌને વધુ સફળતા મળે તેવી શુભેચ્છા. રીલમાં સમાવિષ્ટ એક તસવીરમાં, રિતિક, સુજૈન અને પુત્ર રિહાન અને અન્ય ઘણા મિત્રો સાથે જોવા મળે છે. નોંધનીય છે કે રિતિક અને સુઝાન એ લાંબા પ્રેમ સંબંધ પછી વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરા છે. 17 વર્ષના લગ્નજીવન પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. હવે રિતિક સબા આઝાદ સાથે રિલેશનશિપમાં છે અને સુઝાન અર્સલાન ગોની સાથે રિલેશનશિપમાં છે. ઘણીવાર ચારેય સાથે પાર્ટી કરતા જોવા મળે છે.