back to top
Homeમનોરંજનસલમાને સેટ પર આદિ ઈરાનીને ધક્કો માર્યો હતો:ચહેરા પરથી લોહી નીકળી રહ્યું...

સલમાને સેટ પર આદિ ઈરાનીને ધક્કો માર્યો હતો:ચહેરા પરથી લોહી નીકળી રહ્યું હતું, એક્ટર માફી માંગ્યા વિના તેના રૂમમાં જતો રહ્યો હતો

એક્ટર આદિ ઈરાનીએ ફિલ્મ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’માં એક્ટર સલમાન ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું કે સલમાન સેટ પર કેવી રીતે તોફાની હતો. એકવાર, એક્ટરે તેને કાચની ફ્રેમ પર ધક્કો માર્યો હતો, જેનાથી તે લોહીથી લથપથ થઈ ગયો હતો. તાજેતરમાં આદિએ ફિલ્મી મંત્રને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો.આ ઇન્ટરવ્યૂમાં સલમાન વિશે વાત કરતા, એક્ટરે કહ્યું કે સેટ પર તેમનું વલણ તેમની આસપાસના લોકો અનુસાર નહીં પરંતુ તેના પોતાના મૂડ અને તેની પોતાની પરિસ્થિતિઓ અનુસાર હતું. જો તેને કંઈ ન કરવું હોય તો તે કરતો ન હતો. જોકે, આ ઘમંડ નહોતો પણ તેની બાલિશતા હતી.’ સેટ પર બનેલી એક ઘટનાને યાદ કરતાં તેણે કહ્યું, ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ ના શૂટિંગ દરમિયાન, સલમાને મને કાચની ફ્રેમમાં ફેંકી દીધો હતો. કાચના ટુકડાથી મને ચહેરા પર ઈજા પહોંચી હતી. લોહી નીકળતું હતું. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. જો મેં ના પાડી હોત, તો શૂટિંગ રદ થઈ ગયું હોત. શૂટિંગ એક કે બે મહિના માટે બંધ થઈ જાત તેમ હતું અને નિર્માતાને નુકસાન પણ થઈ શકતું હતું. પણ મેં નિર્માતાને ટેકો આપ્યો.’ ‘જ્યારે આદિને ઇન્ટરવ્યૂમાં સલમાનની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘જ્યારે પહેલી વાર વાગ્યું હતું, ત્યારે તે બહાર નીકળી ગયા હતા.સોરી પણ કહ્યું નહોતું, તે બહાર નીકળી ગયા હતા. તેમણે લોહી જોયું છતાં તે બહાર નીકળી ગયા. અને તેમના રૂમમાં જઈને બેસી ગયા.’ ‘પણ બીજા દિવસે, જ્યારે હું શૂટિંગ માટે આવ્યો, ત્યારે તેમણે મને તેમના રૂમમાં બોલાવ્યો અને કહ્યું, ‘આદિ, મને ખરેખર માફ કરશો, હું તમારી સામે નજર પણ મેળવી શકતો નથી, મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે’. તેમણે આગળ કહ્યું કે સલમાને તેમની સાથે ખૂબ જ સારી રીતે વાત કરી. નોંધનીય છે કે, આદિ બોલિવૂડ એક્ટ્રેસ અરુણા ઈરાનીનો ભાઈ છે. તેમણે ‘દિલ’, ‘બેટા’, ‘બાઝીગર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ એક્ટરે મોટાભાગની ફિલ્મોમાં નેગેટિવ રોલ ભજવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments