ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના સૌથી વધુ વિકેટ લેનારા બોલર વરુણ ચક્રવર્તીને 2021ના T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ ધમકીભર્યા ફોન કોલ આવ્યા હતા. વરુણે એક પોડકાસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો. તાજેતરમાં પૂર્ણ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને 12 વર્ષ પછી ખિતાબ જીત્યો. ભારત તરફથી વરુણ ચક્રવર્તી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 3 મેચમાં 4.53 ની ઇકોનોમીથી બોલિંગ કરીને 9 વિકેટ લીધી. એરપોર્ટ પરથી ઘર સુધી મારો પીછો થયો
વરુણે ઇન્ટરવ્યtમાં કહ્યું, ‘જ્યારે હું ટુર્નામેન્ટમાંથી ઘરે પાછો ફર્યો ત્યારે મને ધમકીભર્યા ફોન આવ્યા. મારા ઘરનો પીછો કરવામાં આવ્યો. એરપોર્ટ પરથી પણ મારો પીછો કર્યો હતો. વરુણ ડિપ્રેશનમાં ગયો હતો
વરુણે કહ્યું, ‘2020અને 2021ના IPL સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાનદાર પ્રદર્શન બાદ, મને T20 વર્લ્ડ કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો. 2021નો વર્લ્ડ કપ મારા માટે ડાર્ક ટાઇમ હતો. તે સમયે હું ડિપ્રેશનમાં ગયો હતો. હું ઘણી અપેક્ષાઓ સાથે ટીમમાં આવ્યો હતો, પણ એક પણ વિકેટ લઈ શક્યો નહીં. આ પછી, ત્રણ વર્ષ સુધી મને પસંદગી માટે ધ્યાનમાં પણ લેવામાં આવ્યો ન હતો.’ 2021 T20 વર્લ્ડ કપમાં વરુણ 3 મેચમાં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો
2021ના T20 વર્લ્ડ કપમાં, વરુણે 3 મેચમાં 6.45ની ઇકોનોમીથી બોલિંગ કરી અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. પાકિસ્તાન સામેની મેચમાં તેણે 4 ઓવરમાં 33 રન આપ્યા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. ભારત પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હતું
T20 વર્લ્ડ કપ 2021માં ભારતમાં યોજાવાનો હતો, પરંતુ કોરોનાને કારણે તે UAEમાં યોજાયો હતો. વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. ભારતીય ટીમને પાકિસ્તાન સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.