back to top
HomeગુજરાતRTEને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય:1.50 લાખથી આવક મર્યાદા વધારીને 6 લાખ...

RTEને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય:1.50 લાખથી આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી, 15 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

RTE એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ થતા એડમિશનને લઈ ગુજરાત સરકારે મહત્વના નિર્ણય લીધો છે. અત્યાર સુધી RTE એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી. જે વધારીને 6 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરાયો છે. એટલે કે, હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનાર વાલીઓ પોતાના સંતાનની અરજી કરી શકશે. હાલ આરટીઈ એડમિશનની પ્રક્રિયા ચાલી હોય સરકારે આવકમર્યાદા વધારવાના નિર્ણયની સાથે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં પણ વધારો કર્યો છે. વાલીઓ હવે 15 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ નિર્ણયથી કોને ફાયદો થશે?
મહત્વનું છે કે, RTEમાં એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી. જેના કારણે તેનાથી વધુ આવક ધરાવતા વાલીઓ આ યોજનાનો લાભ લઈ શકતા ન હતા. પરંતુ, હવે 6 લાખની આવક મર્યાદા કરી દેવાતા અનેક બાળકોને આ યોજનાનો લાભ મળી શકશે. આ વર્ષે જ વાલીઓ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે સરકારે ઓનલાઈન અરજી કરવાની મુદત વધારીને 15 એપ્રિલ કરી આપી છે. શિક્ષણ મંત્રીએ ત્રણ દિવસ પહેલા જ આવકમર્યાદા વધારવાનો સંકેત આપ્યો હતો
ત્રણ દિવસ પહેલા જ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ આ બાબતે સંકેત આપ્યો હતો. પાનસેરિયાએ ત્રણ દિવસ પહેલા સુરતમાં કહ્યું હતું કે, RTEમાં આવકની વિસંગતતા હતી. અન્ય બધી બાબતમાં 6 લાખની આવક મર્યાદા આપી રહ્યા છીએ. આવકના સુધારા માટે થોડો સમય આપીએ જેથી વધારાની આવકવાળા પણ તેનો લાભ લઈ શકે. અંદાજે 10 દિવસનો વધારાનો સમય આપવાની વિચારણા છે. ઘણા લોકોએ આવકના દાખલા કઢાવી લીધા છે. જે લોકોની વધુ આવક છે તેઓને પણ ફોર્મ ભરવાનો ચાન્સ મળે તે માટે સમય વધારવાની વિચારણા છે. 6 લાખની આવક કરવાની વિચારણા છે. 99 ટકા નિર્ણય કરીશું. RTEમાં આ વર્ષે કુલ 93,527 સીટ પર એડમિશન અપાશે
ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ અલગ અલગ જિલ્લાઓમાં આવેલી ખાનગી શાળાઓમાં કુલ 93 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 બેઠક પર પ્રવેશ આપવામાં આવશે. સુરત શહેરમાં 994 શાળાઓમા 15,229 બેઠકો અને ગ્રામ્ય વિસ્તારમાં 388 શાળાઓમા 3,913 બેઠકો ઉપલબ્ધ રહેશે. ગત વર્ષે સુરત શહેરમાં 12,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 4,000થી વધુ બેઠકો હતી. વડોદરામાં આરટીઈ હેઠળ કુલ 333 શાળાઓમાં 4,800 બેઠકો પર પ્રવેશ આપવામા આવશે. ગત વર્ષ કરતા 1500 બેઠકોનો વધારો થયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025 માં 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં એડમિશન મેળવી શકશે. ગત વર્ષે 2024 માં કુલ 804 ખાનગી શાળાઓમા 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા. RTEમાં વિવિધ કેટેગરીના બાળકોને પ્રવેશ માટેનો અગ્રતાક્રમ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments