વુમન્સ પ્રીમિયર લીગની ત્રીજી સીઝનની ફાઈનલ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. જેમાં દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઈ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌર અને નતાલી સિવર બ્રન્ટ ક્રિઝ પર છે.