દિલ્હીથી મુંબઈ સુધીના રૂટ પર માલસામાનના ઝડપી ટ્રાન્સ્પોર્ટેશન માટે રેલવે દ્વારા પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ ડીએફસી લાઈન અમદાવાદ નજીક સાણંદ ખાતેથી પસાર થઈ રહી છે. જે જમીનથી 10 મીટર ઊંચી અને 10 કિમી એરિયામાં ફેલાયેલી આ રેલવે લાઈનના કારણે પાન આકારમાં આકર્ષક ચતુર્ભુજનું નિર્માણ થાય છે. રૂટ ફાઈનલ થયા બાદ ગુડ્સ ટ્રેનો પણ 150થી વધુની ઝડપે દોડી શકશે.