back to top
Homeગુજરાતરાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધનું મોત:મવડી મેઇન રોડ ઉપર 120 ની...

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધનું મોત:મવડી મેઇન રોડ ઉપર 120 ની સ્પીડે કાર હંકારતા નબીરાએ 3 ને હડફેટે લીધા, દૂધની ડેરીના માલિકે જીવ ગુમાવ્યો

રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. શહેરનાં મવડી મેઈન રોડ ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે વૃદ્ધ અને યુવતીને હડફેટે લીધા હતા. જેમા એકટીવા લઈને ધીમે ધીમે પેટ્રોલ પુરાવવા માટે જતા વૃદ્ધ અને દૂધની ડેરીના માલિક 69 વર્ષિય પ્રફુલભાઈ ઉનડકટ ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું તો કાકા આયુષ ડોબરીયા સાથે જતી 12 વર્ષની દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનુ અને માથામાં હેમરેજ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે. કાર ચાલક નબીરાએ નશો કર્યો હોવાનુ ચર્ચાઇ રહ્યું છે અને કારની સ્પીડ 100 થી 120 ની હોવાનું અકસ્માત બનનાર અને પ્રત્યક્ષદર્શિનુ કહેવું છે. જોકે આ ઘટના બાદ માલવિયાનગર પોલિસે કાર ચાલકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમીયાન પોલીસે આરોપી ડ્રાઇવર ઋત્વિચ રમેશભાઇ પટોળીયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકને પોલિસ મથકે લાવી પૂછપરછ કરવામાં આવી હતી. કાર ચાલક નબીરાએ નશો કર્યો હોવાનુ ચર્ચાઇ રહ્યું
રાજકોટમાં કારની રફતારે વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. અકસ્માતનો ભોગ બનનાર આયુષ ડોબરીયાએ જણાવ્યું હતું કે, મવડી મેઈન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક વાહન લઈને ઊભો હતો ત્યારે કિયા કાર 100 અથવા 120 ની સ્પીડે હશે. જેથી ત્યાં પેટ્રોલ પુરાવવા માટે શાંતિથી વાહન પર આવતા દાદાને કારે ઠોકરે લીધા હતા. જેથી તેમનું તો ત્યાં જ મૃત્યુ નિપજ્યું હતુ ત્યારબાદ મને ઠોકર નાખતા હું બેભાન થઈ ગયો. કારમાં પાછળ 2 યુવતી બેઠી હતી તે ભાગી ગઈ પરંતુ કારમાં આગળ બેસેલા 2 યુવાનને મેં પકડી લીધા. કારે અંદાજે બે થી ત્રણ લોકોને હડફેટે લીધા હશે. કાર ચાલક નશાની હાલતમાં હોય તેવુ મને લાગી રહ્યું હતુ. કારે અંદાજે બે થી ત્રણ લોકોને હડફેટે લીધા
જ્યારે પ્રત્યક્ષ દર્શી રસિકભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, ભારત પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો ત્યારે હું સામે તરબૂચની રેકડી પાસે ઊભો હતો ત્યારે કાર ચાલક 100 થી 120 ની સ્પીડમાં કાર ચલાવતો હતો. જોકે એક દાદા ધીમે ધીમે જતાં હતાં જોકે પાછળથી ઠોકર નાખતા દાદાનું મૃત્યુ થઈ ગયુ. કારમાં પાછળ બેઠેલી 2 છોકરી અકસ્માત સર્જાય બાદ ભાગી ગઈ હતી. જ્યારે બંને યુવકોને પકડીને માલવિયાનગર પોલીસમથકમાં લાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments