ગોંડલમાં 3 માર્ચે રાજકુમાર જાટ નામનો UPSCની તૈયારી કરતો એક યુવક ભેદી રીતે ગુમ થાય છે. બાદમાં 6 દિવસ પછી 9 તારીખે તેનો પરિવાર મૃતદેહની ઓળખ કરે છે. અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં પિતા-પુત્રને માર મારવાની અને જયરાજસિંહે જ પુત્રની હત્યા કરાવડાવી હોવાનો આક્ષેપ કરે છે. હાલ પરિવાર પોતાના વતન રાજસ્થાન છે અને ત્યાંથી સતત પોલીસની કામગીરી પર અને જયરાજસિંહ પર આક્ષેપ કરી રહ્યો છે. તો અહીં પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આવો આ કેસ સંબંધિત પરિવારે ઉઠાવેલા સવાલો વિશે જાણીએ… જવાબ: સૌપ્રથમ તો અહીં સવાલ એ ઉઠે છે કે આખરે પિતા-પુત્રને જયરાજસિંહના બંગલામાં જવાની જરૂર કેમ પડી. પિતાના નિવેદન મુજબ તેઓ જયરાજસિંહના બંગલા આગળથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાં ઉભેલા કેટલાક શખસોએ તેમને અંદર બોલાવ્યા. તેના કારણે તેઓ બંગલામાં ગયા હતા. આ મામલે જયરાજસિંહ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોલીસ તરફથી આ મામલે એવું કહેવામાં આવ્યું છે કે પિતા-પુત્ર સામેથી જ જયરાજસિંહના બંગલામાં ગયા હતા. જવાબ: આ મહત્વપૂર્ણ સવાલ છે અને સૌથી અગત્યનો પણ. કારણ કે આખો કેસ આની પર નિર્ભર છે. કારણ કે એક તરફ પિતા વાતચીત બાદ મારામારી થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ આવી કોઈ ઘટના બની ન હોવાનું જણાવી રહી છે. જોકે આ મામલા સંબંધિત જયરાજસિંહના બંગલાના બે CCTV ફૂટેજ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. પણ પિતા આ CCTV ફૂટેજ અધૂરા હોવાનું જણાવી રહ્યા છે. આ મામલે પણ જયરાજસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જવાબ: હવે અહીંથી પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવવાનું શરૂ થાય છે. સૌપ્રથમ તો જ્યારે પણ પોલીસ સમક્ષ કોઈ ફરિયાદ કરવામાં આવે ત્યારે પોલીસે ગુનો નોંધી તે સંબંધિત તપાસ કરવાની હોય છે. જો કે આ કેસમાં પોલીસે પિતાની ફરિયાદ બાદ જયરાજસિંહ કે ગણેશની કોઈ પૂછપરછ કે સ્થળ તપાસ કરી હોવાની કોઈ વાત ધ્યાનમાં આવી નથી.
આ મામલે પણ જયરાજસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જવાબ: આ કેસમાં જ્યારથી પુત્રનો મૃતદેહ મળ્યો છે ત્યારથી સતત પરિવાર જયરાજસિંહ અને ગણેશ પર બંગલામાં મારામારી અને હત્યા કરાવવાનો આક્ષેપ કરી રહ્યું છે. પિતા, બહેન અને પરિવારજનો ખુલ્લેઆમ જયરાજસિંહ અને ગણેશ પર હત્યા કરાવવાનો આક્ષેપ કરે છે. આ સાથે રાજસ્થાનના એક ધારાસભ્ય અને સાંસદે આ મામલે સોશિયલ મીડિયા પર જયરાજસિંહના નામના ઉલ્લેખવાળી પોસ્ટ કરી અને આ મામલે રાજસ્થાનના CMને ગુજરાત સરકાર સાથે વાત કરવા સુધીની રજૂઆત કરી છે. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે પોલીસ દ્વારા જાહેર કરાયેલા CCTV ફૂટેજમાં પણ ગણેશ જોવા મળે છે. તેમ છતાં આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી જયરાજસિંહ કે ગણેશની પૂછપરછ કરવામાં આવી હોવાનું સામે આવ્યું નથી. આ મામલે પણ જયરાજસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જવાબ: આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે પરિવાર જ્યારે હાઇકોર્ટ પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે અંતિમ સમયે પોલીસે મૃતદેહ મળ્યો હોવાની પરિવારને જાણ કરી હતી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગોંડલમાં મિસિંગ ફરિયાદ હોવા છતાં પણ મૃતદેહનું આઇડેન્ટીફિકેશન કરવામાં આટલું મોડું કેમ અને પરિવાર જ્યારે હાઇકોર્ટ પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે જ કેમ અફરાતફરીમાં મૃતદેહ મળ્યાની જાણ કરવામાં આવી. આ મામલે પણ જયરાજસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જવાબ: આ પણ ખુબજ મહત્વપૂર્ણ સવાલ છે, કારણ કે આટલો ગંભીર આરોપ અને તે પણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ચાલુ ધારાસભ્યના પતિ પર લગાવવામાં આવ્યો છે. પરિવાર છેલ્લા 30 વર્ષથી ગોંડલમાં ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલો છે અને તેમના દ્વારા સીધો જ જયરાજસિંહ પર હત્યા કરાવવાનો આક્ષેપ કરતા આ ખુદ મોટો એક સવાલ બની ગયો છે.
આ મામલે પણ જયરાજસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જવાબ: અહીં મહત્વપૂર્ણ સવાલ એ છે કે સમગ્ર ઘટનામાં પિતા પ્રત્યક્ષદર્શી હતા. જ્યારે બંગલામાં મારામારીનો આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે પિતા પણ પોતે ત્યાં હાજર હતા. અને હંમેશા ક્રાઇમ કેસમાં ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદનને મહત્વપૂર્ણ અને સજા માટે કારણભૂત માનવામાં આવે છે. ત્યારે હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે પિતા પ્રત્યક્ષદર્શી હોવા છતાં કેમ તેમના નિવેદનને ગંભીરતાથી લેવામાં નથી આવતું. અને આ મામલે કોઈ કાયદેસરની કાર્યવાહી થતી નથી. આ મામલે પણ જયરાજસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જવાબ: જ્યારે મૃતદેહની ઓળખ થઈ ત્યારે મૃતક યુવકની બહેન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમે ગોંડલ પીઆઈ ગોસાઈ સાથે વાત કરી હતી તેમને જ જયરાજસિંહ જાડેજાના બંગલોના CCTV ફૂટેજ જોયા હોવાનું મને જણાવ્યું હતું. પીઆઈ ગોસાઈએ કહ્યું હતું કે CCTVમાં યુવકને મારતા દેખાય છે. તો પછી SPનું નિવેદન અલગ કેમ છે? જવાબ: પોલીસે જયરાજસિંહના બંગલોના CCTV ફૂટેજ જાહેર કર્યા હતા. જેમાં પિતા-પુત્ર અને ગણેશ તેના સાથીદારો સાથે જોવા મળે છે. આ 3.50 મિનિટની આસપાસના ફૂટેજ છે. પિતા કહી રહ્યા છે કે બંગલોના અધૂરા CCTV કેમ જાહેર કરવામાં આવી રહ્યા છે. અમે અંદર આવીએ છીએ ત્યારના જ CCTV છે પરંતુ બહાર નીકળ્યા ત્યાંના કોઈ CCTV જાહેર કરવામાં નથી આવ્યા. ત્યારે અહીં સવાલ એ ઉઠી રહ્યો છે કે જો પોલીસ આગળના CCTV મેળવવા અને જાહેર કરવામાં સક્ષમ હોય તો પછી સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ કેમ જાહેર નથી કરતું? આ મામલે પણ જયરાજસિંહ કે ગણેશ તરફથી કોઈ નિવેદન કે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જવાબ: સમગ્ર વિવાદ અને ઘણા બધા આક્ષેપ બાદ પોલીસે આ ઘટના સંબંધિત ઘણા CCTV ફૂટેજ જાહેર કર્યા હતા. ત્યાર પછી એક-બે દિવસ બાદ બીજા એક CCTV જાહેર કરાયા હતા જેમાં યુવક નિર્વસ્ત્ર જતો જોવા મળે છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે મૃતક યુવક રાજકુમાર જ્યારે 3 માર્ચે રાત્રિના 2 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળે ત્યારના CCTVમાં તે અલગ કપડાંમાં જોવા મળે છે. અને 3 માર્ચ સવારના 8 વાગ્યાની આસપાસના એટલે કે ઘરેથી નીકળ્યા ને 6 કલાક બાદ તે નગ્ન હાલતમાં જતો જોવા મળે છે. અને જ્યારે તે સાંજે રામધામ આશ્રમ ખાતે પહોંચે છે ત્યારે તે અલગ કપડાંમાં જોવા મળે છે. તો પછી આવું કેવી રીતે શક્ય બને. આ ઘટના પણ ખુદ ઘણા સવાલો ઉભા કરી જાય છે જેમ કે જવાબ: પિતા અને SP વચ્ચેની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. જેમાં પિતા વારંવાર ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જોયા હોવાની વાત કરે છે. ત્યારે SP આ વાતને ટાળી દે છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે આટલો સંવેદનશીલ કેસ હોવા છતાં શું SPએ જયરાજસિંહના બંગલોના ગ્રાઉન્ડ ફ્લોરના CCTV નહીં જોયા હોય. તેમને બંગલોના ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જોતા કોણ રોકતું હશે? જવાબ: ઓડિયો ક્લિપમાં SP સતત યુવક ડિપ્રેશનમાં હોવાની અને પિતા તરીકે તમારે તેનું ધ્યાન રાખવું જોઇએ તેવી વાત કરી રહ્યા છે. તો સામે પક્ષે પિતા સતત તેમના આક્ષેપને નકારી રહ્યા છે. અને આવું કઈ ના હોવાનું જણાવે છે. અને સાથે એવું પણ કહે છે કે બંગલોમાં માર મારવાના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો છે. જવાબ: ઓડિયો ક્લિપમાં SP યુવક મંદિરમાં ગમે તેવા લોકોને મળતો હોવાની વાત કરે છે ત્યારે પિતા આ વાતને નકારી તે એક્ઝામની તૈયારી કરતો હોવાની વાત જણાવે છે. જવાબ: યુવક સરકારી નોકરીની તૈયારી કરતો હતો. તેને એક્ઝામનું ફોર્મ પણ સારું મુહૂર્ત જોઇને ભર્યું હતું. અને તૈયારી કરવા માટે અનુકૂળ વાતાવરણ અને શાંતિ મળી રહે તે માટે ઘરની પાસે એક અલગથી રૂમ રાખી તૈયારી કરતો હતો. ત્યારે જો કોઈ યુવક પોતાના કેરિયરને લઇને આટલો ગંભીર હોય તો તે પછી તે માનસિક અસ્થિર કે ડિપ્રેશનમાં હોવાનું કેમ સાબિત કરાઈ રહ્યું છે. આ ઘટના પણ ખુદ ઘણા સવાલો ઉભા કરી જાય છે જેમ કે જવાબ: અહીં એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે અકસ્માતનો ખ્યાલ હોવા છતાં પણ ડ્રાઇવરને પકડવામાં આટવી વાર કેમ લાગી. અને તહેવારના દિવસે અચાનક જ કેમ નાટકીય રીતે આ વાત જાહેર કરવામાં આવી. જવાબ: પરિવાર સતત આ કેસમાં CBI તપાસની માગ કરી રહ્યું છે ત્યારે પોલીસ આ મામલે કેમ કોઈ યોગ્ય જવાબ નથી આપતું.