જુલાઈ-ઓગસ્ટમાં પૂર બાદ સમા, નિઝામપુરા સહિતના વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ લાવવા ભૂખી કાંસના પાણીને નવાયાર્ડ રોડથી ડાઇવર્ટ કરવાનું નક્કી કરી 39 કરોડના ખર્ચે વરસાદી ચેનલ બનાવાશે. જેનો કોંગ્રેસના કાઉન્સિલરો અને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે.
આ કાંસ બનાવવા ખુદ પાલિકા છાણી-નિઝામપુરામાં 2022થી બનાવેલા અને બની રહેલા 33.19 કરોડના રોડને તોડશે. જેમાં કેનાલથી છાણી મેઇન રોડ કિયારા એપાર્ટમેન્ટ સુધી, છાણી કેનાલ રોડ કિયારા એપાર્ટમેન્ટથી છાણી જકાતનાકા સર્કલ, છાણી જકાતનાકા સર્કલથી કલાસવાના નાળા સુધી અને ત્યાંથી નિઝામપુરા સ્મશાન તરફનો કુલ 2650 મીટર સુધીનો રસ્તો તોડશે. નોંધનીય છે કે, 21 કરોડના ખર્ચે છાણી જકાતનાકાથી છાણી પ્રવેશદ્વાર તરફનાે 2500 મીટર ગૌરવપથ બનાવાઈ રહ્યો છે, જે બન્યાના ગણતરીના દિવસોમાં જ 1250 મીટર રોડ ખોદી નખાશે. 2 વર્ષથી ગટર ઊભરાતી હતી, ત્યારે રોડ તોડવાની પરવાનગી ન આપી
નિઝામપુરા સ્મશાનમાં જવાના રોડ પર છેલ્લાં 2 વર્ષથી ઊભરાતી ગટરની સમસ્યાનો નિકાલ લાવવા કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ રજૂઆત કરી હતી. જોકે 2 વર્ષથી રોડ તોડવાની પરવાનગી આપી ન હતી. જ્યારે હવે વરસાદી ચેનલ બનાવવાની છે ત્યારે તાત્કાલિક રોડ તોડવાની પરવાનગી આપી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ કામથી સમામાં 8 ફૂટને બદલે 6 ફૂટ અને નવાયાર્ડમાં 2 ફૂટ પાણી ભરાશે
ભૂખી કાંસને ડાઇવર્ટ કરવાના કામનો અમે વિરોધ રહ્યાં છીએ. હું સ્થાયી સમિતિના ચેરમેનને રજૂઆત કરવા ગઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, ભૂખી કાંસને ડાઇવર્ટ કરવાથી સમા વિસ્તારમાં 8 ફૂટ પાણી ભરાય છે તેને બદલે 6 ફૂટ પાણી ભરાશે. જ્યારે નવાયાર્ડમાં 2 ફૂટ પાણી તો ભરાશે જ. > પુષ્પાબેન વાઘેલા, કાઉન્સિલર, વોર્ડ 1 હાઇવેની સમાંતર ચેનલ બનાવી પાણી ડાઇવર્ટ કરવું કોઈએ
આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવે છે તે સીસવા ગામથી છાણી તળાવમાં થઈ ભૂખી કાંસમાં આવે છે. આ પાણીને આવતું રોકવા માટે સીસવાથી હાઇવેની સમાંતર ચેનલ બનાવી પાણીને ડાઇવર્ટ કરી શકાય. જેથી પાણી તળાવમાં આવે જ નહીં. માત્ર 1.50 કિમી જ ચેનલ બનાવવી પડશે. > હરીશ પટેલ, કાઉન્સિલર, વોર્ડ 1