અમદાવાદથી વડોદરા અને ત્યાંથી બિહારના મધુબની ખાતે એક યુવતીને લઇ જઇ તેને ગેરકાયદે રીતે પોતાના કબજામાં રાખવામાં આવી હોવાની ફરિયાદ સાથે એક પિતાએ હાઇકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી કરી છે. જે અરજીની સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ક્રાઇમ બ્રાન્ચને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 24મી માર્ચના રોજ રાખવામાં કરવામાં આવી છે. બે અજાણ્યા યુવક ટ્રેનમાં બેસાડીને સાથે લઇ ગયા હતા
આ કેસમાં નરોડા વિસ્તારમાં રહેતાં પિતા તરફથી એડવોકેટ પ્રશાંત ચાવડાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે, ઘરમાં કોઈ બાબતે ઝઘડો થતાં પીડિતા નીકળી ગઇ હતી અને તે તેના ઈન્સ્ટાગ્રામના એક મિત્ર પાસે મદદ માગી હતી પરંતુ, તેણે ઇનકાર કર્યો હતો. એક અન્ય મિત્ર હતો એણે મદદ કરી અને વડોદરાથી અમદાવાદની ટ્રેન બુક કરી હતી. આ સમયે એ વેઇટિંગ રૂમમાં બેઠી હતી ત્યારે બે અજાણ્યા યુવક આવ્યા અને એની સાથે વાતચીત કરવા લાગ્યા. ત્યારબાદ તેને ટ્રેનમાં બેસાડીને સાથે લઇ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે લોકેશનના આધારે તપાસ કરી
યુવતીના છેલ્લા લોકેશનના આધારે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ, કોઇ યોગ્ય કાર્યવાહી ન થતાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપી હતી. ત્યારે તેનું લોકેશન અંકલેશ્વર અને પછીથી મધુબની બિહારમાં મળ્યું હતું. તપાસમાં મધુબનીના ગામના સરપંચને મળ્યા હતા અને તેની પૂછપરછ કરી હતી ત્યારે યુવતી સાથે વીડિયો કોલથી વાત કરાવી હતી અને એણે કહ્યું હતું કે, તેને લગ્ન માટે પ્રેશર કરતાં હતા એટલે ભાગી ગઇ હતી. જ્યારે કે પિતા તરફથી લગ્ન માટે પ્રેશર હતું જ નહીં, એ તો ઘરમાં ઝઘડો થતાં ભાગી ગઇ હતી. કેસની તપાસ અયોગ્ય અને અપૂરતી હોવાથી હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી
પોલીસે આ અરજી ક્લોઝ કરી હતી અને કહ્યું હતું કે, તમારી દીકરીએ મૈત્રી કરાર કરી લીધો છે પરંતુ, એના કોઇ ડોક્યુમેન્ટ મળ્યા નથી. તેથી ફરી તપાસ શરૂ કરાવી અને પોલીસે માતા-પિતાને મધુબની જઇ વાત કરી લેવાનું કહ્યું. તેઓ મધુબની પહોંચ્યા હતા અને દીકરી સાથે વાત કરતાં હતાં.ત્યારે યુવકે ફોન આંચકી લીધો અને ધમકાવ્યા હતા કે, તમારે જીવતા રહેવું હોય તો ગુજરાત પાછા જતાં રહો. ત્યાં પહોંચીને મિસ કોલ કરજો. આ રીતે આ કેસની તપાસ અયોગ્ય અને અપૂરતી હોવાથી હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી છે.