back to top
Homeમનોરંજનઆસ્થાના અપમાનમાં ઓરી ફસાયો!:વૈષ્ણોદેવી જઈ મિત્રો સાથે દારૂની મહેફિલ જમાવી, પોલીસે 8...

આસ્થાના અપમાનમાં ઓરી ફસાયો!:વૈષ્ણોદેવી જઈ મિત્રો સાથે દારૂની મહેફિલ જમાવી, પોલીસે 8 લોકો સામે FIR દાખલ કરી

બોલિવૂડના સોશ્યલાઇટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણિ મુશ્કેલીમાં મુકાયો છે. કટરા પોલીસે ઓરી સહિત 8 લોકો સામે વૈષ્ણોદેવીમાં દારૂ પીવા બદલ ફરિયાદ નોંધી છે. કાયદા અનુસાર, કટરામાં દારૂ વેચવા, રાખવા અને પીવા પર સખત પ્રતિબંધ છે. ઓરીએ વૈષ્ણોદેવીમાં મિત્રો સાથે કરી દારૂ પાર્ટી
ઓરી અને તેના મિત્રો પર માતા વૈષ્ણો દેવીના મંદિર પાસે કટરા સ્થિત એક હોટલમાં દારૂ પીવાનો આરોપ લાગ્યો છે. આરોપીઓમાં એક રશિયન યુવતી અનાસ્તાસિલા આર્માશકીનાનો પણ સમાવેશ થાય છે, જે ઓરી અને તેના મિત્રો સાથે કટરા આવી હતી. આ સમગ્ર મામલે ઓરી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. 15 માર્ચે, ઓરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં તે એક ખાનગી હોટલમાં તેના મિત્રો સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. પોલીસે શું કહ્યું?
જમ્મુ અને કાશ્મીર પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ તમામ 8 લોકો સામે ‘કાયદાનું ઉલ્લંઘન’ કરવા બદલ FIR નોંધવામાં આવી છે. ઉપરાંત લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ એક ટીમ તેમની ધરપકડ કરશે. કટરા પોલીસને 15 માર્ચે ફરિયાદ મળી હતી કે એક હોટલમાં રોકાયેલા કેટલાક મહેમાનો હોટલ પરિસરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને દારૂ પીતા જોવા મળ્યાં હતાં. એક પોલીસ અધિકારીએ ફરિયાદનો ઉલ્લેખ કરતા જણાવ્યું- ઓરહાન અવત્રામણિ, દર્શન સિંહ, પાર્થ રૈના, ઋતિક સિંહ, રાશિ દત્તા, રક્ષિતા ભોગલ, શગુન કોહલી અને અનાસ્તાસિલા અરઝામસ્કીનાએ હોટલ પરિસરમાં દારૂ પીધો હતો, જ્યારે તેમને અગાઉથી જાણ કરવામાં આવી હતી કે માતા વૈષ્ણોદેવી મંદિરની નજીક હોવાથી હોટલ પરિસરમાં દારૂ અને નોન વેજ ખાવાની મંજૂરી નથી. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલાની ગંભીરતાને જોતા, રિયાસીના સિનિયર પોલીસ અધિક્ષક પરમવીર સિંહે ગુનેગારોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. જેથી લોકોને ખબર પડે કે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિ ધાર્મિક સ્થળ પર સહન કરવામાં આવશે નહીં. કોણ છે ઓરી?
ઓરી એક સોશિયલ મીડિયા સ્ટાર છે. તે પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને બી-ટાઉન સેલેબ્સ સાથેની મિત્રતાને કારણે ચર્ચામાં રહે છે. સ્ટાર કિડ્સ સાથેની તેમની પાર્ટીઓ વિશે હંમેશા ચર્ચા થાય છે. જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, ખુશી કપૂર ઉપરાંત, તેના અંબાણી પરિવાર સાથે પણ સારા સંબંધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments