ઉનાની DSC પબ્લિક સ્કૂલમાં “બિઝનેસ ફેર 2025″નું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ફેરમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના 25થી વધુ સ્ટોલ્સ દ્વારા બિઝનેસનો વ્યવહારિક અનુભવ મેળવ્યો. ફેરમાં ફૂડ, સ્ટેશનરી, ડિજિટલ વસ્તુઓ અને બ્રાન્ડિંગના સ્ટોલ્સ ઉપરાંત પક્ષીઓના ચણ વિતરણનો વિનામૂલ્યે સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ જાતે મહેનત કરીને સ્પોન્સર્સ મેળવ્યા અને સ્ટોલ્સનું સંચાલન કર્યું. DSC પબ્લિક સ્કૂલના પ્રમુખ રાજેન્દ્ર કાનાબારના જણાવ્યા અનુસાર, આ ફેરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ધંધાકીય સમજ આપવાનો હતો. વિદ્યાર્થીઓએ સ્પોન્સરશીપથી માંડીને ગ્રાહક સેવા સુધીની તમામ બાબતો શીખી. કાર્યક્રમનું ઉદ્ઘાટન ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને ઉના લોહાણા મહાજનના પ્રમુખ ડૉ. મનોજભાઈ માનસેતાના હસ્તે કરવામાં આવ્યું. કેમ્પસ એડમિનિસ્ટ્રેટર ડૉ. અપરા વિજયભાઈ ગઢીયાએ શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર માન્યો. આ ફેરને સફળ બનાવવા શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.