back to top
Homeભારતકોલેજના પ્રોફેસરે 30થી વધુ વિદ્યાર્થિનીનું શોષણ કર્યું:પાસ કરી નોકરી અપાવવાની લાલચ આપતો,...

કોલેજના પ્રોફેસરે 30થી વધુ વિદ્યાર્થિનીનું શોષણ કર્યું:પાસ કરી નોકરી અપાવવાની લાલચ આપતો, વીડિયો ઉતારી પોર્ન સાઇટ્સ પર અપલોડ કર્યા; ફોનમાંથી 65 વીડિયો મળ્યા

ઉત્તરપ્રદેશના હાથરસમાં બાગલા ડિગ્રી કોલેજના એક પ્રોફેસર પર 30થી વધુ વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. તેના મોબાઈલમાંથી 65 પોર્નોગ્રાફિક વીડિયો મળ્યા છે. મોટા ભાગના વીડિયો કોલેજની છોકરીઓના છે. પ્રોફેસરે પોર્ન સાઇટ્સ પર વિદ્યાર્થિનીઓના ઘણા વીડિયો પણ અપલોડ કર્યા છે. આ મામલો એક વિદ્યાર્થી દ્વારા મહિલા આયોગને લખેલા પત્ર દ્વારા પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધ્યો છે. આરોપી પ્રોફેસર ફરાર છે. તેની ધરપકડ માટે 3 ટીમ બનાવવામાં આવી છે. ડીએમએ તપાસ માટે 4 સભ્યની સમિતિની રચના કરી. કોલેજ મેનેજમેન્ટે તેને સસ્પેન્ડ કરી દીધો છે. આરોપી પ્રોફેસર ડૉ. રજનીશ 54 વર્ષનો છે. તે ભૂગોળ શીખવે છે. 6 માર્ચે એક વિદ્યાર્થિનીએ મહિલા આયોગને પત્ર લખ્યો અને ફોટા-વીડિયો પણ મોકલ્યા. ફરિયાદ સામે આવ્યા બાદ પોલીસે આંતરિક તપાસ શરૂ કરી હતી. મહિલા આયોગને લખાયેલો વિદ્યાર્થીનો પત્ર ‘હું તમને કહેવા માગું છું કે પ્રોફેસર રજનીશ કુમાર ઘણી વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરી રહ્યા છે.’ તે એક જાનવર છે. તે વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ હરકતો કરે છે. તે વીડિયો બનાવીને તેમનું શોષણ કરે છે. હું આ અંગે પીએમઓ અને મુખ્યમંત્રી કાર્યાલયમાં એક વર્ષથી ફરિયાદ કરી રહી છું, પરંતુ પ્રોફેસર એટલા શક્તિશાળી છે કે તેમની સામે કોઈ ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મોદી સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ ને સમર્થન આપે છે, પરંતુ હજુ પણ આવા ક્રૂર લોકો નિર્ભયતાથી દીકરીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. મને આ જાનવરનો એટલો ત્રાસ છે કે ક્યારેક મને આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. કોલેજ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન અને મેનેજમેન્ટને પ્રોફેસરનાં દુષ્કૃત્યો વિશે જાણ કરવામાં આવી હતી. પુરાવા પણ તેમને સોંપવામાં આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી ન હતી. જ્યાં સુધી આ લોકો સામે કોઈ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હું હાર નહીં માનું. એવું લાગે છે કે પ્રોફેસર કોલેજના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટના ટેકાથી કોલેજની વિદ્યાર્થિનીઓનું શોષણ કરી રહ્યા છે. તે ભોળી છોકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરાવવા અને નોકરી અપાવવાના બહાને લલચાવે છે. પછી તે તેમની સાથે ખોટું કામ કરે છે અને વીડિયો પણ બનાવે છે. મારી પાસે તેમના ફોટા અને વીડિયો છે, જે હું પુરાવા તરીકે આ પત્ર સાથે મોકલી રહી છું. અત્યારસુધી મેં અલગ અલગ નામે ફરિયાદો નોંધાવી છે, કારણ કે જો તે રાક્ષસને મારા વિશે ખબર પડશે તો તે મને મારી નાખશે. હું મારી ઓળખ છુપાવીને પણ આ ફરિયાદ કરી રહી છું. મહિલા આયોગના આદેશ પર તપાસ શરૂ થઈ
મહિલા આયોગે વિદ્યાર્થીના પત્રની નોંધ લીધી અને તપાસનો આદેશ આપ્યો. આ પછી હાથરસ ગેટ કોતવાલી પોલીસે તપાસ શરૂ કરી અને પ્રોફેસરને પૂછપરછ માટે બોલાવ્યા. તેનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે વીડિયો અને ફોટા પહેલેથી જ ડિલિટ કરી દીધા હતા. જ્યારે પોલીસે મોબાઇલ ડેટા મેળવ્યો ત્યારે 65 પોર્નોગ્રાફિક વીડિયો મળી આવ્યા. આ પછી 13 માર્ચે ઇન્સ્પેક્ટર સુનીલ કુમારે પોતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ પોલીસ આરોપીને પકડી શકે ત્યાં સુધીમાં તે ભાગી ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments