back to top
Homeગુજરાતધુળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે થયેલા ઝગડામાં કાર્યવાહી:પાંડેસરા પોલીસે યુવક પર હુમલાના...

ધુળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે થયેલા ઝગડામાં કાર્યવાહી:પાંડેસરા પોલીસે યુવક પર હુમલાના આરોપીઓને જાહેરમાં કરાવી ઉઠક બેઠક

સુરત: પાંડેસરા વિસ્તારમાં ધુળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે થયેલા ઝગડામાં ચાર યુવકોએ સચિન ગૌતમ નામના યુવક પર હુમલો કર્યો હતો. પીડિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. શું છે સમગ્ર ઘટના?
ધુળેટીના દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપીઓ વચ્ચે કલર ઉડાવવા બાબતે તર્ક વિતર્ક થયો હતો. વાત વધતા આરોપીઓએ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપી લીધા છે. આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન અને જાહેરમાં ઉઠક બેઠક
પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાસનગર વિસ્તારમાં કર્યું હતું, જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓએ યુવક પર હુમલો કર્યો હતો.તદનંતર, પોલીસે ચારેય આરોપીઓને જાહેરમાં લાવી, લોકલ આથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં તેમને ઉઠક બેઠક કરાવી. આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી હતી. કોણ છે આ આરોપીઓ?
પોલીસે આ કેસમાં ચારે આરોપીઓની ઓળખ જાહેર કરી, જે પૈકી ત્રણ જણ ગોરખપુર, ઉત્તરપ્રદેશના અને એક બસ્તી, ઉત્તરપ્રદેશનો મૂળ નિવાસી છે.દિવાકર રામઉજાગીર યાદવ (24)ડિલિવરી બોય, ચંદ્રકેશ ઉર્ફે અમિત સબરજીત સહાની (24)જેપ્ટોમાં ડિલિવરી, આકાશ કુશહર ગુપ્તા(24) કલર કામ , અને રામજતન રામચંદ્ર યાદવ (23 ) મજૂરી કામ કરનારની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને પાંડેસરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અસામાજિક તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વસ્તીમાં શાંતિ-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવામાં આવશે. ઉઠક બેઠક અને જાહેર માફી – પોલીસની ચેતવણી
પાંડેસરા પોલીસે જાહેરમાં ઉઠક બેઠક કરાવીને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું અને નાગરિકોને પણ સંદેશો આપ્યો કે, આવું કોઇ પણ અસામાજિક વર્તન સહન કરવામાં નહીં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments