ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સોમવારે MoU કરવામાં આવ્યા છે. જેમાં હવે ભારતમાંથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડ જઈ શકશે તેમજ ત્યાથી પણ વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવશે. આ સિવાય સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં પણ બંને દેશોનાં વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરશે. ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લુક્સન પાંચ દિવસીય ભારતની મુલાકાતે છે. તેમની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જેમાં ન્યૂઝીલેન્ડ સરકારના કેટલાક મંત્રી અને ઉચ્ચઅધિકારીઓ પણ ભારત આવ્યા છે. પીએમ મોદી સાથે મુલાકાતમાં બંને પીએમ સાથે કેટલાક મુદ્દાઓ પર સહમતિ સાથે MoU કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ, સાયન્સ, ટેકનોલોજીથી લઈને બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ પ્રણાલીમાં સહિયારા સહયોગ સાથે બંને દેશોના વિદ્યાર્થીઓને સારી સુવિધા આપવા અંગે પણ ચર્ચા થઈ હતી. ન્યૂઝીલેન્ડમાં કેટલા છે ભારતીય વિદ્યાર્થીઓ
ન્યૂઝીલેન્ડમાં વર્તમાન સમયમાં આશરે 70 હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ વિવિધ દેશોના છે. જેમા 11 ટકાથી વધુ વિદ્યાર્થીઓ ભારતના છે. જેમાં ખાસ વાત એ છે કે, ન્યૂઝીલેન્ડમાં અભ્યાસની તકો વધુ રહેલી છે અને અહીં નોકરીની તકો પણ સૌથી વધુ છે. જેમાં ખાસ વાત એ છે કે, 3 મહિનાથી વધુ સમયના કોર્સ માટે જ વિદ્યાર્થીઓને સ્ટુડેન્ટ વીઝા લેવા પડે છે. ભારત- ન્યૂઝીલેન્ડ શિક્ષણ કરારમાં મહત્ત્વના પોઈન્ટ ભારત અને ન્યૂઝીલેન્ડ સાથે શું કરાર થયા
ભારત અને ન્યૂઝીલેન્ડના પીએમ વચ્ચે કરાર થયા છે કે, બંને દેશો વચ્ચે શૈક્ષણિક સંબંધોને મજબૂત કરવામાં આવશે. તેના માટે બંને દેશના નેતાઓને ન્યૂઝિલેન્ડમાં સારા પાઠ્યક્રમ અને કોર્સની તપાસ કરશે. ભારતીય વિદ્યાર્થીઓને વધુમાં વધુમાં વધુ તક આપવામાં આવે તેવો વાયદો કરવામાં આવ્યો છે. આ સિવાય સાયન્સ, ઈનોવેશન અને ટેકનોલોજી સહિત કૌશલ્ય વિકાસમાં તક આપવાનો વાયદો કર્યો છે. બંને દેશો વચ્ચે વ્યાવસાયિકો અને સારા કર્મચારીઓ માટે પણ ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓ સુધારવા માટે એક કરાર કરવામાં આવ્યો છે.