બાંગ્લાદેશના ઢાકામાં આવેલી પબના યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ રવિવારે બે હિન્દુ વિદ્યાર્થીઓ બિકર્ણ દાસ દિવ્યા અને પ્રણય કુંડુને ઇસ્લામનું અપમાન કરવાના આરોપસર સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત પાંચ વધુ હિન્દુ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની માગ છે. યુનિવર્સિટીના પ્રોક્ટર ડૉ. કમરઉઝમાન ખાનના જણાવ્યા અનુસાર ગયા શુક્રવારે બંને વિદ્યાર્થીઓ સામે આરોપો મૂકવામાં આવ્યા હતા, જેના પગલે તાત્કાલિક કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી હતી પરંતુ તેમના જવાબો સંતોષકારક ન હતા. યુનિવર્સિટીના શિસ્ત બોર્ડે આ મામલાના ઉકેલ માટે તાત્કાલિક બેઠક બોલાવી. શનિવારે, ફાર્મસી વિભાગના પાંચ અન્ય વિદ્યાર્થીઓ – વિદ્યુત સરકાર, સુવર્ણા સરકાર, દીપુ બિશ્વાસ, તનય સરકાર અને અંકન ઘોષની કેટલીક વોટ્સએપ ચેટ્સ સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ હતી. આરોપ છે કે આ પાંચ વિદ્યાર્થીઓ કથિત રીતે ઇસ્લામ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા હતા. આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કરી દીધો અને આ પાંચ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ શરૂ કરી દીધી. બાકીના 5 વિદ્યાર્થીઓ પર 24 કલાકમાં નિર્ણય લેવામાં આવશે
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના મુખ્ય દરવાજા અને વહીવટી કાર્યાલયને તાળા મારી દીધા હતા. રવિવારે બપોરે લગભગ 2.30 વાગ્યે યુનિવર્સિટીના પ્રોક્ટરે વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને બે હિન્દુ વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કર્યા. તેમણે એમ પણ કહ્યું કે ફાર્મસી વિભાગના પાંચ હિન્દુ વિદ્યાર્થીઓના કિસ્સામાં 24 કલાકની અંદર નિર્ણય લેવામાં આવશે. આ પછી વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ સમાપ્ત કર્યો અને દરવાજા ખોલી નાખ્યા. હિન્દુ ધાર્મિક સ્થળોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે
5 ઓગસ્ટ 2024ના રોજ શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓ પ્રબળ બની છે. આ ઉપરાંત, લઘુમતીઓ સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિન્દુ નેતાઓને ધમકીઓ મળી રહી છે. ઇસ્કોનના ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ 25 નવેમ્બરથી રાજદ્રોહના આરોપસર પોલીસ કસ્ટડીમાં છે.