શહેરના અમિત નગર સર્કલ પાસે સટલિયાઓ અને દબાણના કારણે અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. રસ્તા પર પાર્ક કરવામાં આવતા વાહનોને કારણે બસને વળાંક લેવામાં તેમજ મુસાફરોને ઊભા રહેવામાં તકલીફ પડતી હોય છે. જ્યારે પાસે થોડાક મહિના પહેલા જ બસ સ્ટેન્ડ શરૂ કરાયું હતું તેમજ છતાં ચાલતા સટલિયાઓને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. તાજેતરમાં બસની ટક્કર વાગતા 8 વર્ષિય બાળકનું ઘટના સ્થળ પર જ મૃત્યું થયું હતું. ત્યાર પછી પોલીસ દ્વારા વાહનો અને દબાણ દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ તેના 15 દિવસ પણ પૂરા નથી થયા અને ફરી જેમ-તેમ વાહનોનું પાર્કિંગ અને સટલિયાઓ ફરી શરૂ થઇ જતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. દબાણો હટાવી સટલિયા બંધ કરાવવા જોઇએ તેમ મુસાફરો અને વાહનચાલકોની માગ છે. જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી થાય અને અકસ્માતની ઘટે. ખાનગી શટલ ચાલકો મુસાફરોનાં બમણાં નાણાં લૂંટતાં
ખાનગી પરિવહન ચાલકો મુસાફરોને બમણા પૈસા લઇ લુટતા હતા. જેથી બસ સ્ટેન્ડ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતા ટ્રાફિકની સમસ્યા અને રોજિંદા ચાલતા ખાનગી વાહનોને લીધે મુસાફરો-વાહન ચાલકોને ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે. ખાનગી વાહનોને લીધે ટ્રાફિકને રોકવા પોલીસ પ્રયત્નશીલ
વડોદરા શહેર ટ્રાફિક પોલીસની કામગીરી સતત ચાલુ છે. છેલ્લા દસ દિવસમાં અમે 50થી વધુ વાહનોને સામે કાર્યવાહી કરી છે. આ ખાનગી વાહનોના કારણે થતાં ટ્રાફિકને રોકવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ સતત કાર્યશીલ છે. > જ્યોતિ પટેલ, ટ્રાફિક ડીસીપી અકસ્માતના 6 વર્ષે લાભ પાંચમે બસસ્ટેન્ડ શરૂ કર્યું
2018માં શાળા દ્વારા સાયકલોથોન યોજાઇ હતી. જેમાં ભાગ લેવા શાળાનો વિદ્યાર્થી સાઇકલ લઇને આવી રહ્યો હતો અને ટર્નિગ પર બસ સાથે અકસ્માત થતા મૃત્યું પામ્યો હતો. જેથી 6 વર્ષ પહેલા દુર્ઘટનામાં 13 વર્ષિય વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું અને ખાનગી વાહનોના પરિવહનને પગલે ટ્રાફિક વધતા અમિતનગર બસ સ્ટેન્ડ બંધ કરાયું હતું. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તથા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વડોદરા વિભાગ દ્વારા શહેરના અમિતનગર એસ.ટી બસ સ્ટેન્ડને 6 વર્ષ બાદ લાભ પાંચમના દિવસે પુન:કાર્યરત કરાયું હતું.