વિશ્વ ગુજરાતી સમાજ ટ્રસ્ટમાં ચૂંટણી દરમિયાન ગોટાળા સામે આવ્યાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. 952 સભ્યોના ટ્રસ્ટમાં ચૂંટણીનું આયોજન થયુ હતું જેમાં બે લોકોએ પુર્વઆયોજીત કાવતરૂ ઘડીને ચૂંટણી અધિકારીઓને મૃત લોકોની સહિઓ વાળુ દરખાસ્ત ફોર્મ મોકલી દીધુ હતું. સી.કે.પટેલ નામનો વ્યકિત પ્રમુખપદનો હકદાર હોવાના સમર્થનમાં દરખાસ્ત ફોર્મ મોકલી આપ્યુ હતું. ચેરીટી કમીશ્નરે એક સભ્યને ચુટણી અધિકારીએ જમા કરાવેલી નકલ આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે. વિશ્વ ગુજરાતી સમાજના બે સભ્યોએ જાણી જોઇએ ચૂંટણીને ગેરમાર્ગે દોરવાની કોશિષ કરી હતી. મેમનગર રોડ પર આવેલી સુમેય એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં આકાશ પટેલ (રહે, શ્રીધર ઉપવન, ઓઢવ) અને સંજય પટેલ (રહે, નંદનવન બંગ્લોઝ, ગાંધીનગર) વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ કરી છે. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ વકીલાતનું કામ કરે છે અને સંયુક્ત પરિવારમાં રહે છે. જીતેન્દ્ર બહ્મભટ્ટ શરૂઆતથી વિશ્વ ગુજરાતી સમાજમાં સર્કીય કાર્યકર હતા અને આજીવન દંપતી સભ્ય પણ છે. વિશ્વ ગુજરાતી સમાજની ઓફિસ નવરંગપુરા ખાતે આવેલા મણીપ્રભુ એપાર્ટમેન્ટમાં આવેલી છે. વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ગોરઘન પટેલ છે જ્યારે હોદ્દેદારો અને મહામંત્રી નીમાયા નથી. વિશ્વ ગુજરાતી સમાજમાં 952 સભ્યો છે અને દર પાંચ વર્ષે પ્રમુખપદ અને મહાસમિતિના સભ્યની ચૂંટણી થાય છે. ડીસેમ્બર 2024માં વિશ્વ ગુજરાતી સમાજ દ્રારા ચૂંટણીનું આયોજન થયુ હતું જેમાં એ.એસ.સૈયદ તથા ડો.પંકજ શાહ, ડો.પ્રફુલભાઇ ઠાકરની ચૂંટણી અધિકારી તરીકેની નિમર્ણુક કરવામાં આવી હતી. આ ત્રણેય ચુંટણી અધિકારીઓએ ચૂટણીનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. જેમાં પ્રમુખ પદ માટે દરખાસ્ત કરવાની તારીખ 2 ડીસેમ્બર 2024 થી 26 ડીસેમ્બર 2024 સુધીની હતી. આ બાદમાં દરખાસ્તની ચકાસણી કરવા માટેની તારીખ 30 ડીસેમ્બર રાખી હતી. આ સાથે હરીફાઇમાં રહેતા ઉમેદવારોની સંમતિ મેળવવાની તારીખ 1 જાન્યુઆરી 2025 હતી. 3 જાન્યુઆરીએ ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા, જ્યારે 4 જાન્યુઆરીએ ઉમેદવારી પાછી ખેચવાની હતી. 21 જાન્યુઆરીએ મતગણતરી હતી જ્યારે ચૂંટણીનું પરિણામ 23 જાન્યુઆરીએ હતું. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથેજ વિશ્વ ગુજરાતી સમજના તમામ સભ્યોને ચૂંટણી કાર્યક્રમ તથા ચૂંટણી નિયમો અને પ્રમુખપદ માટેની દરખાસ્ત તથા મહાસમિતિના સભ્યો માટેની દરખાસ્તના ફોર્મ સ્પીડ પોસ્ટથી તથા ઇ-મેલ દ્રારા મોકલી આપવામાં આવ્યા હતા. ચૂંટણીની કામગીરી ચાલુ હતી ત્યારે સી.કે.પટેલ ચેરિટી કમિશ્નર કચેરી ગયા હતા અને વિશ્વ ગુજરાતી સમજાની ચૂંટણીમાં પ્રમુખ પદ સામે સ્ટે ઓર્ડર લઇને આવ્યા હતા. ચેરિટી કમીશ્નરે સ્ટે ઓર્ડર આપતા જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ હાઇકોર્ટમાં ગયા હતા. આ બાદમાં જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે ચેરિટી કમીશ્નર પાસેથી વિશ્વ ગુજરાતી સમાજની ચૂંટણી થઇ હોય તેનો ઓરિજનલ રેકર્ડ માંગ્યો હતો. જીતેન્દ્ર રેકોર્ડ માંગતા ચેરિટી કમીશ્નરે પ્રફુલ ઠાકરને રેકોર્ડ જમા કરાવવાનું કહ્યુ હતું. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ પાસે રેકોર્ડ આવતા તેમને ચેક કર્યુ હતું. જેમાં ઘણી ગેરરીતિઓ જોવા મળી હતી. વિશ્વ ગુજરાતી સમાજની ચૂંટણીમાં સી.કે.પટેલના પ્રમુખપદની દાવેદારીની તરફેણમાં પાંચ મૃત વ્યકિતઓની દરખાસ્ત આવી હતી. આ દરખાસ્ત વિશ્વ ગુજરાતી સમાજના સભ્ય સંજય પટેલે રજૂ કરી હતી. આ સાથે સભ્ય હર્ષા પટેલ અને નાથાલાલ દેવાણીએ પ્રમુખ અંગેની કોઇપણ પ્રકારની દરખાસ્તનું ફોર્મ મોકલ્યુ હતુ નહી તેમ છતાંય કોઇએ આ બન્ને લોકોની ખોટી સહીઓ કરીને સી.કે,પટેલની તરફેણ અંગેનું દરખાસ્ત ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ મોકલી આપ્યુ હતું. આવી અનેક ગેરરીતિઓ સામે આવતા અંતે જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આકાશ પટેલ અને સંજય પટેલે વિશ્વ ગુજરાતી સમાજના સભ્યોની ખોટી સહીઓ કરીને ફોર્મ ભર્યા હતા અને સી.કે.પટેલ પ્રમુખ બને તેવી દરખાસ્ત કરી હતી. સમગ્ર મામલે સામે આવતા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચૂંટણીની પ્રકિયા પર સી.કે.પટેલ સ્ટે ઓર્ડર લાવી દીધો હતો જેમાં જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ હાઇકોર્ટમાં ગયા હતા. આ બાદ જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે ચેરીટી કમીશ્રનરમાં અરજી કરી હતી. અરજી બાદ ચેરીટી કમીશ્નરને ચૂંટણી અધિકારીને રેકોર્ડ જમા કરાવવા માટેનું કહ્યુ હતું. રેકોર્ડ જમા થતાની સાથેજ જીતેન્દ્ર બ્રહ્મભટ્ટને ચેરીટી કમીશ્નરને એક કોપી આપી હતી જે ચેક કરતા સમગ્ર ગોટાળો સામે આવ્યો હતો. સી.કે.પટેલના સમર્થનમાં મૃત વ્યકિતઓની સહીઓ કરી દીધી – બેચરભાઇ નાથાભાઇ પટેલ – બાબુલાલ ઇશ્વરલાલ પટેલ – અર્જુનભાઇ પટેલ – ડો.શ્રીરામ બારોટ – હરિદાસ એસ સૈજપાલ