back to top
Homeભારત24-25 માર્ચના રોજ દેશભરમાં બેંક બંધ રહેશે:બેંક-કર્મચારીઓ હડતાળ પર ઊતરશે, 48 કલાક...

24-25 માર્ચના રોજ દેશભરમાં બેંક બંધ રહેશે:બેંક-કર્મચારીઓ હડતાળ પર ઊતરશે, 48 કલાક બેંક બંધ રહેતાં 20,000 કરોડના ધંધાને અસર થશે

ગુજરાત સહિત દેશભરની બેન્કના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી છે. એમ છતાં તેમની માગણીઓનો સંતોષકારક ઉત્તર ન મળતાં આગામી 24 અને 25 માર્ચના રોજ ગુજરાત સહિત દેશભરની પબ્લિક સેક્ટર બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઊતરશે, એટલે કે 24 અને 25 માર્ચના રોજ બેન્ક સેવાઓ ઠપ રહેશે. પબ્લિક સેક્ટર બેન્ક સહિત કેટલીક પ્રાઇવેટ બેન્ક સેવાઓ પણ બંધ રહેતાં 20,000 કરોડ રૂપિયાના ધંધાને અસર થશે. સતત બે દિવસ સુધી બેન્ક ટ્રાન્ઝેક્શન બંધ રહેતાં અનેક નાના- મોટા ધંધાને નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 22 માર્ચના રોજ ચોથો શનિવાર હોવાથી અનેક બેન્ક કાર્યરત હોતી નથી તથા 23 માર્ચના રોજ રવિવાર અને ત્યાર બાદ 24 અને 25 માર્ચના રોજ હડતાળને કારણે સતત ચાર દિવસ બેન્કિંગ સેવા બંધ રહેતાં નાના-મોટા વેપારીઓ સહિત સામાન્ય લોકોને પણ અસરો થશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ના જણાવ્યા પ્રમાણે 24 અને 25 માર્ચના રોજ તેમની દેશભરમાં હડતાળ રહેશે, જેના કારણે આ બંને તારીખમાં બેંક બંધ રહેશે. UFBUએ કહ્યું હતું કે કર્મચારી સંગઠનની મુખ્ય માગ પર ભારતીય બેંક સંઘ (IBA) સાથે વાતચીતમાં કોઈ પોઝિટિવ રિઝલ્ટ મળી શક્યું નથી. IBA સાથે મિટિંગમાં UFBUના સભ્યોએ બધા કેડર્સમાં ભરતી અને 5 ડે વર્ક વીક સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા. નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોયીઝ (NCBE)ના જનરલ સેક્રેટરી એલ. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે બેઠક છતાં મુખ્ય મુદ્દાઓ વણઉકેલાયેલા રહે છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે 9 બેંક-કર્મચારી યુનિયનોનું છત્ર સંગઠન છે. UFBUએ અગાઉ પણ હડતાળની જાહેરાત કરી હતી. આ માગણીઓમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારી ડિરેક્ટરની જગ્યાઓ ભરવાનો પણ સમાવેશ થાય છે. યુનિયની માગમાં શું-શું સામેલ છે
જાહેર ક્ષેત્રની બેંકોમાં કામદારો અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવામાં આવે એવી મુખ્ય માગ હતી. યુએફબીયુ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના માઇક્રો મેનેજમેન્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માગણીઓમાં આઇબીએ સાથેના બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ગ્રેચ્યુઈટી એક્ટમાં સુધારો કરીને મર્યાદા વધારીને રૂ.25 લાખ કરવી, એને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે જોડવી અને આવકવેરામાંથી મુક્તિ મેળવવાનો સમાવેશ થાય છે. બેંક સેવાઓ પ્રભાવિત થઈ શકે છે
UFBUની અન્ય માગણીઓમાં ગ્રેચ્યુઇટી એક્ટમાં સુધારો કરીને એની મર્યાદા 25 લાખ રૂપિયા કરવી, એને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે સંરેખિત કરવી અને આવકવેરામાંથી મુક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત UFBUની માગણીઓમાં IBA સાથેના પડતર મુદ્દાઓનું નિરાકરણ પણ સામેલ છે. અગાઉ પણ UFBWU એ આ માગણીઓ પર હડતાળની જાહેરાત કરી હતી. આમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવાનો સમાવેશ થાય છે. આ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. ગ્રાહકોને વ્યવહારોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. IBA અને UFBU વચ્ચે આગળ શું વાટાઘાટો થાય છે અને શું હડતાળ ટાળી શકાય છે એ જોવાનું બાકી છે. ગુજરાતના 53,000 બેન્કના કર્મચારીઓ હડતાળ પર
મહાગુજરાત બેન્ક એમ્પ્લોયીસ એસોસિયેશનના જનરલ સેક્રેટરી જનક રાવલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લાં દસ વર્ષમાં પબ્લિક સેક્ટર બેન્કમાં સ્ટાફ ખૂબ જ ઘટાડવામાં આવ્યો છે, જ્યારે પ્રાઇવેટ સેક્ટર બેન્કના સ્ટાફમાં વધારો થયો છે, જેથી પબ્લિક સેક્ટર બેન્કની કામગીરી પર પણ અસરો પડી છે, જે કર્મચારીઓ કાર્યરત છે તેમના પર કામનું ધારણ વધી ગયું છે, જેથી નવી ભરતી કરવા માગ કરીએ છીએ. છેલ્લા ઘણા સમયથી આ બાબતે વાટાઘાટો ચાલી રહી છે, તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતાં 23 તારીખની મધરાતથી, એટલે કે 24 માર્ચથી લઈને 25 માર્ચ સુધી સતત 48 કલાક માટે બેન્કિંગ સેવા બંધ રહેશે. તમામ કર્મચારીઓ હડતાળ પર ઊતરશે. ફક્ત ગુજરાત રાજ્યના જ 53,000 જેટલા કર્મચારીઓ ક્લાર્ક અને પ્યૂન રજા પર ઊતરશે, જેને કારણે રૂપિયા 20,000 કરોડના ધંધાને અસરો થશે. કઈ કઈ બેન્કની સેવાઓ નહીં મળે
આગામી 24 અને 25 માર્ચના રોજ બેન્ક હડતાળને કારણે ગુજરાતમાં બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેન્ક, ઇન્ડિયન બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક, યુકો બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)માં સંપૂર્ણપણે હડતાળ રહેશે. નેશનલાઇઝ બેન્ક અને SBI મળીને કુલ 4,952 બેન્ક બ્રાન્ચ 48 કલાક માટે બંધ રહેશે. પબ્લિક સેક્ટર બેન્ક સાથે કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેન્ક, જેમ કે ફેડરલ બેન્કની 65 બ્રાન્ચ કરુર વ્યસ્યાની પાંચ બ્રાંચમાં પણ હડતાળ રહેશે. જાહેર ક્ષેત્રની બેન્કોના માઇક્રો મેનેજમેન્ટનો પણ વિરોધ
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ કે જેમાં વિવિધ નવ જેટલાં એસોસિયેશનનો સમાવેશ થાય છે, તેમની સહિયારી માગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી છે, જેમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં કામદારો અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવામાં આવે એવી મુખ્ય માગ હતી. યુએફબીયુ દ્વારા જાહેર ક્ષેત્રની બેન્કોના માઇક્રો મેનેજમેન્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માગણીઓમાં આઈબીએ સાથેના બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ગ્રેચ્યુઈટી એક્ટમાં સુધારો કરીને મર્યાદા વધારીને રૂ.25 લાખ કરવી, તેને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે જોડવી અને આવકવેરામાંથી મુક્તિ મેળવવાનો સમાવેશ થાય છે. IBA સાથેના પડતર મુદ્દાઓનું નિરાકરણ પણ સામેલ
UFBUની અન્ય માગણીઓમાં ગ્રેચ્યુઇટી એક્ટમાં સુધારો કરીને એની મર્યાદા 25 લાખ રૂપિયા કરવી, એને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે સંરેખિત કરવી અને આવકવેરામાંથી મુક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત UFBUની માગણીઓમાં IBA સાથેના પડતર મુદ્દાઓનું નિરાકરણ પણ સામેલ છે. અગાઉ પણ UFBUએ આ માગણીઓ પર હડતાળની જાહેરાત કરી હતી. આમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં કર્મચારીઓ અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવાનો સમાવેશ થાય છે. આ હડતાળને કારણે બેન્કિંગ સેવાઓ પર અસર પડી શકે છે. ગ્રાહકોને વ્યવહારોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. IBA અને UFBU વચ્ચે આગળ શું વાટાઘાટો થાય છે અને શું હડતાળ ટાળી શકાય છે એ જોવાનું બાકી છે. સબ સ્ટાફની સંખ્યામાં પણ 59,280નો ઘટાડો આવ્યો
ઉલ્લેખનીય છે કે UFBUની એક માગણી એવી પણ છે કે પબ્લિક સેક્ટરમાં બેન્કિંગ સ્ટાફ ખૂબ જ ઓછો છે, જેથી પૂરતી કાર્યક્ષમતાથી કાર્ય થઈ શકતું નથી અને આખરે સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો પડે છે, તેમના દ્વારા એક ડેટા પણ રજૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2013માં બેન્ક એમ્પ્લોયીઝની સરખામણી વર્ષ 2024માં બેન્ક એમ્પ્લોયીઝની સંખ્યા સાથે કરવામાં આવી છે, જેમાં વર્ષ 2013માં બેન્ક ક્લાર્કની સંખ્યા 3,98,801 હતી, જે ઘટીને વર્ષ 2024માં 2,46,965 થઈ છે, એટલે કે 1,51,835 કર્મચારીની સંખ્યામાં ઘટાડો આવ્યો છે, જ્યારે બેન્ક સબ સ્ટાફની સંખ્યા વર્ષ 2013માં 1,53,628 હતી. જે વર્ષ 2024માં ઘટીને 94,348 થઈ છે, એટલે કે સબ સ્ટાફની સંખ્યામાં પણ 59,280નો ઘટાડો આવ્યો છે. પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં કર્મચારીઓની સંખ્યામાં ધરખમ વધારો
આ ઉપરાંત UFBUના ડેટા મુજબ પબ્લિક સેક્ટર બેન્કમાં કાર્યકર્તા કર્મચારીઓની સંખ્યાની સામે ફક્ત દસ વર્ષમાં પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં કાર્યકર્તા કર્મચારીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, એનું મુખ્ય કારણ છે કે પબ્લિક સેક્ટર બેન્કમાં ઘણાં વર્ષોથી પર્મનેન્ટ ભરતી થતી નથી. વર્ષ 2013માં પબ્લિક સેક્ટર બેન્કના કર્મચારીઓની સંખ્યા 8,86,490 હતી, જે ઘટીને વર્ષ 2024માં 7,46,679 થઈ છે, જ્યારે પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં વર્ષ 2013માં કર્મચારીઓની સંખ્યા 2,29,124 હતી, જેમાં 6,17,406 કર્મચારી વધીને વર્ષ 2024માં 8,46,530 થઈ છે, એટલે કે દેખીતી રીતે પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં કર્મચારીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, જેથી પ્રાઇવેટ સેક્ટર બેન્કની સુવિધાઓ પણ સામાન્ય લોકોને વધુ સારી અને સરળ લાગતી હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments