back to top
Homeમનોરંજન43 વર્ષની વયે હોલિવૂડ એક્ટ્રેસ એમિલીનું ​​​​​​​નિધન:કેન્સરથી પીડિત હતી એક્ટ્રેસ, પ્રથમ ફિલ્મ...

43 વર્ષની વયે હોલિવૂડ એક્ટ્રેસ એમિલીનું ​​​​​​​નિધન:કેન્સરથી પીડિત હતી એક્ટ્રેસ, પ્રથમ ફિલ્મ માટે જ મળ્યો હતો ‘કાન’ એવોર્ડ

‘કાન‘ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ વિજેતા બેલ્જિયમના એમિલી ડેક્વેનનું 43 વર્ષની વયે અવસાન થયું છે. વર્ષ 2023માં, એક્ટ્રેસે પોતે કેન્સરથી પીડિત હોવાની જાહેરાત કરી હતી. રવિવારે સાંજે પેરિસની એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. એક્ટ્રેસ એમિલીનું 43 વર્ષની વયે અવસાન
બેલ્જિયમ એક્ટ્રેસ એમિલી ડેક્વેને 1999માં ‘કાન’માં તેની પ્રથમ ફિલ્મ ‘રોસેટા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. એક્ટ્રેસના એજન્ટ ડેનિયલ ગેને એએફપીને તેનાં મૃત્યુ વિશે જણાવ્યું. એક્ટ્રેસે 12 વર્ષની ઉંમરે નાટક શીખવાનું શરૂ કર્યું હતું
એમિલી ડેક્વેનનો જન્મ 29 ઓગસ્ટ, 1981ના રોજ થયો હતો. તેણે નાની ઉંમરે બેલ્જિયમના બાઉડૂર સ્થિત એકેડેમી ઓફ મ્યૂઝિક એન્ડ સ્પોકન વર્ડમાં અભ્યાસ શરૂ કર્યો હતો. 12 વર્ષની ઉંમરે, તેણે નાટક શીખવાનું શરૂ કર્યું અને ‘લા રેલેવ’ થિયેટર ગ્રુપમાં પણ જોડાઈ હતી. 17 વર્ષની ઉંમરે તેણે પહેલી ફિલ્મ ‘રોસેટા’ કરી હતી
એક્ટ્રેસને તેની પ્રથમ ફિલ્મ ‘રોસેટા’ 17 વર્ષની ઉંમરે મળી હતી. 2000ના દાયકામાં એમિલી નિર્માતાઓ અને દિગ્દર્શકો દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવતી એક્ટ્રેસોમાંની એક હતી. તે ક્રિસ્ટોફ ગેન્સની ઐતિહાસિક થ્રિલર ફિલ્મ ‘ધ બ્રધરહુડ ઓફ ધ વુલ્ફ’ અને ક્લાઉડ બેરીની ફિલ્મ ‘ધ હાઉસ કીપર’માં પણ જોવા મળી હતી. એમિલીની ફેમસ ફિલ્મ “ધ ગર્લ ઓન ધ ટ્રેન” 2009 માં રિલીઝ થઈ હતી
એમિલીએ મેરી મેકગુકિયનની કોસ્ચ્યુમ ડ્રામા ધ બ્રિજ ઓફ સાન લુઈસ રેથી અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં ગેબ્રિયલ બાયર્ન, રોબર્ટ ડી નીરો અને કેથી બેટ્સ પણ જોવા મળ્યાં હતાં. આ સિવાય એક્ટ્રેસે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની કેટલીક પ્રખ્યાત ફિલ્મોમાં 2009માં રિલીઝ થયેલી “ધ ગર્લ ઓન ધ ટ્રેન” અને 2012માં રિલીઝ થયેલી “અવર ચિલ્ડ્રન”નો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ તેમને વધુ ઓળખ અને પુરસ્કારો અપાવ્યાં. ઘણી ફિલ્મો માટે એવોર્ડ જીત્યાં
એમિલી તાજેતરમાં એમેન્યુએલ મોરેટના કપલ ડ્રામા ‘ધ થિંગ્સ વી સે, ધ થિંગ્સ વી ડુ’ માં જોવા મળી હતી. આ માટે એક્ટ્રેસને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો સીઝર એવોર્ડ મળ્યો હતો. એમિલી છેલ્લે ગયા વર્ષે નાટક ટી.કે.ટી.માં મોટા પડદા પર જોવા મળી હતી. આ નાટક બેલ્જિયમની એક હાઇસ્કૂલ પર આધારિત છે. આમાં, એક્ટ્રેસે એક યુવાન પીડિતાની માતાની ભૂમિકા ભજવી હતી, જે કોમામાં જતી રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments