ભારતીય સેલિબ્રિટીઓમાં જ્યારે સૌથી વધુ ટેક્સપેયરની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા અક્ષય કુમાર અને શાહરુખ ખાનના નામ જ યાદ આવે. 2021-22માં અક્ષય કુમાર 29.5 કરોડ રૂપિયા સાથે સૌથી વધુ ટેક્સ ભરનાર સેલિબ્રિટી હતા, જ્યારે શાહરુખ ખાને 2023-24માં 92 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આવી સ્થિતિમાં હવે આ વર્ષે સૌથી વધુ ટેક્સ ચૂકવનારા સ્ટારનું નામ પણ જાહેર થયું છે. આ વખતે, શાહરુખ ખાન કે અક્ષય કુમાર નહીં ‘બિગ બી’એ આ યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. અમિતાભ બચ્ચને ₹120 કરોડનો ટેક્સ ચૂકવ્યો!
પિંકવિલાના અહેવાલ અનુસાર, અમિતાભ બચ્ચને નાણાકીય વર્ષ 2024-25માં સૌથી વધુ કર ચૂકવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2024-25માં તેમણે ફિલ્મો, જાહેરાતો અને રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કર્યો હતો, જેમાંથી તેમણે વર્ષમાં સારી કમાણી કરી હતી. આ વર્ષે તેમની કુલ કમાણી 350 કરોડ રૂપિયા હતી, જેના કારણે એક્ટરને 120 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડ્યો. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચને ગયા વર્ષે 71 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. ‘બિગ બી’ના આગામી પ્રોજેકટ
જો આપણે અમિતાભ બચ્ચનના પ્રોફેશનલ જીવન વિશે વાત કરીએ, તો આ દિવસોમાં તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ માટે સમાચારમાં છે. શોની 16મી સીઝન તાજેતરમાં જ પૂરી થઈ છે. આ ઉપરાંત, એક્ટર છેલ્લે ફિલ્મ ‘વેટ્ટૈયન’માં જોવા મળ્યા હતા. 35 વર્ષ બાદ તેમણે રજનીકાંત સાથે સ્ક્રીન શેર કરી હતી. તેમની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તેઓ ડ્રામા ફિલ્મ ‘સેક્શન 84’ અને ‘કલ્કી 2898 એડી’ની સિક્વલમાં પણ જોવા મળશે. તેનું ડિરેક્શન નાગ અશ્વિન કરી રહ્યા છે. તેમની સાથે પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. તાજેતરમાં, અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ ની સિક્વલના શૂટિંગને લઈને સમાચારમાં હતા. અહેવાલ સામે આવ્યા હતા કે, ‘બિગ બી’ના કારણે ફિલ્મનાં શૂટિંગ મોડું થઈ રહ્યું છે. મે મહિનામાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે અને તે 15 જૂન સુધી ચાલુ રહેશે. આ પછી, અમિતાભ જુલાઈથી ‘KBC’ની આગામી સીઝનનું શૂટિંગ શરૂ કરશે. 2024માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી શાહરુખ ખાન હતો
શાહરુખે ખાને નાણાકીય વર્ષ 2024 માટે 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. તેઓ સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટી બન્યા હતા. તેમની કુલ સંપત્તિ 7300 કરોડ રૂપિયા હતી. બીજા ક્રમે તમિલ સુપરસ્ટાર થાલાપથી વિજય 80 કરોડના ટેક્સ પેમેન્ટ ચૂકવ્યો હતો. તેમની કુલ સંપત્તિ 800 કરોડ રૂપિયા હતી. સૌથી વધુ ટેક્સ ભરનાર ક્રિકેટરમાં વિરાટ કોહલીનુ નામ સામેલ હતુ. તેમણે ₹66 કરોડનો ટેક્સ જમા કરાવ્યો હતો.