બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના નવા લવ અફેરનાં સમાચાર વચ્ચે પુત્રી આયરા ખાનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આયરાનો ઉદાસ ચહેરો અને ભીની આંખો જોવા મળી છે. અમૂક લોકો આ વાતને અમિરના ત્રીજા લગ્નની વાત સાથે જોડી રહ્યા છે. જોકે, આવી કોઈ વાતની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વીડિયો પિતા આમિરને મળ્યા પછીનો હોવાનું કહેવાય છે. પિતાને મળ્યા બાદ આયરાની આંખોમાં આંસુ દેખાયા
રિપોર્ટ અનુસાર, આયરા સોમવારે સાંજે તેના પિતાને મળવા માટે તેમના ઘરે પહોંચી હતી. તેમની મુલાકાત પછી, આમિર તેમને બહાર મૂકવા આવ્યો. તે તેના પિતાને ગળે લગાવી કારમાં બેસે છે. આ દરમિયાન આયરાની આંખોમાં આંસુ હતા જે પાપારાઝીના કેમેરામાં રેકોર્ડ થયા. સોશિયલ મીડિયા પર ફેન્સે આયરાને ટેકો આપ્યો
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં, આયરા ખાન કારમાં ઉદાસ બેઠેલી જોવા મળે છે. આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટેકો આપ્યો હતો. આયરાને રડતી જોઈને યુઝર્સ તેને એકલી છોડી દેવાનું કહ્યું. એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘તેને એકલા રડવા દો’. બીજા યુઝરે લખ્યું, ‘તેને તેની હાલત પર છોડી દો, તે હાલ સમસ્યાઓનો સામનો કરી રહી છે. બીજા યુઝરે પાપારાઝી સામે ગુસ્સે થતાં લખ્યું, શું તમને પ્રાઈવસીનો અર્થ સમજતો નથી?’ આયરા ડિપ્રેશનનો ભોગ બની ચૂકી છે
આયરા ખાને તેના અગાઉના એક ઇન્ટરવ્યૂમાં ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી છે. તેણે કહ્યું હતું કે તે ખૂબ જ નાની ઉંમરથી ડિપ્રેશનથી પીડાતી હતી. તેણે પોતાના માનસિક સ્વાસ્થ્ય પર કામ કરવા માટે ઘણો પ્રયાસ કર્યો. આયરાએ ગયા વર્ષે તેના ફિટનેસ કોચ નુપુર શિખરે સાથે લગ્ન કર્યાં હતાં. બીજી તરફ આમિર ખાન તેના નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટને લઈને પણ સમાચારમાં રહે છે. તાજેતરમાં જ એક્ટરે ગૌરી સાથેના તેના અફેરના સમાચાર સ્વીકાર્યા હતા. બંને લગભગ બે વર્ષથી સાથે છે. જાણો કોણ છે આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરી-