અમદાવાદ જિલ્લામાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં ભાજપે વ્યાપક અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત આજે દેત્રોજ, માંડલ અને વિરમગામ તાલુકામાં મહત્વપૂર્ણ બેઠકો યોજવામાં આવી. અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ આર.સી. પટેલના નેતૃત્વમાં આ બેઠકો યોજાઈ. તેમાં વિરમગામ શહેર મંડલના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભાગ લીધો. બેઠકમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિષય પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ મંડલો સાથે આગામી દિવસોમાં પણ બેઠકોનું આયોજન કરવામાં આવશે.