2007માં રિલીઝ થયેલી ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘જબ વી મેટ’ એક કલ્ટ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. ઇમ્તિયાઝે આ ફિલ્મ ફરીથી બનાવવાનો ઇનકાર કરી દીધો છે. પરંતુ તાજેતરમાં એક પોડકાસ્ટમાં તેણે આ ફિલ્મના પાત્ર ગીત વિશે વાત કરી. તેણે કહ્યું કે તેની નજરે હવે ગીતનું પાત્ર કેવું હોત. ‘ગીત હજુ વધારે ખરાબ ગાળો આપત તો મજા આવત’ જ્યારે ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ તેમના પોડકાસ્ટ ગેમ ચેન્જરમાં ઇમ્તિયાઝને પૂછ્યું કે જો તે આજે ‘જબ વી મેટ’ બનાવે, તો તે ગીતના ફેમસ ગાળોના સીનને કેવી રીતે બનાવત? આ સીનનો ઉલ્લેખ કરતા તે કહે છે, ‘ગાળો હજુ થોડી વધારે નીકળી શકી હોત. મને ગીત કોઈને ખૂબ જ ખરાબ રીતે ગાળો આપશે તે જોવું ગમશે, ફોન પર નહીં પણ રૂબરૂમાં આ જોવાની વધુ મજા આવશે. જો આવું થયું હોત, તો શાહિદનું પાત્ર આદિત્ય પણ ચોંકી જાત. તે પણ વિચારમાં પડી જાત કે, યાર આટલી ખરાબ ગાળો તો મને પણ નથી આવડતી. આ રીતનો સીન થયો હોત તો વધુ મજા આવી હોત. ડિરેક્ટરે થોડા સમય પહેલા સ્ક્રીન સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે, તે આ ફિલ્મ ફરીથી બનાવવા માગતા નથી કારણ કે તેનો અંત ખૂબ જ સારો હતો. તેણે એમ પણ કહ્યું કે- જો તે આજે ફિલ્મ બનાવે તો તેને લાગે છે કે ફિલ્મના લીડ કલાકારો – ગીત (કરીના કપૂર) અને આદિત્ય (શાહિદ કપૂર) છૂટાછેડા માટે વકીલ પાસે જશે. તાજેતરમાં IIFA 2025ના સ્ટેજ પર, શાહિદ કપૂર અને કરીના કપૂરે એકબીજાને ગળે લગાવ્યાં હતાં અને ઘણી વાતો કરી હતી. બંનેને સાથે જોઈને ફેન્સ ‘જબ વી મેટ 2’ની માગ કરી હતી. શાહિદ અને કરીના પહેલી વાર ‘ફિદા’ના સેટ પર મળ્યા હતા
કરીના અને શાહિદે 2004 માં ફિલ્મ ‘ફિદા’ ના સેટ પર એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેએ 2007 સુધી એકબીજાને ડેટ કર્યા. પછી ફિલ્મ ‘જબ વી મેટ’ ના શૂટિંગ દરમિયાન બંને અલગ થઈ ગયા. બંનેએ 2016 માં ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માં પણ સાથે કામ કર્યું હતું, પરંતુ તેમાં તેમનો કોઈ સીન નહોતો.