દિગ્દર્શક અયાન મુખર્જીએ પોતાના સ્વર્ગસ્થ પિતા દેબ મુખર્જી માટે મુંબઈના અંધેરીમાં ફિલ્માલય સ્ટુડિયોમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જેમાં ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. અભિનેતા વિક્કી કૌશલ, આદિત્ય રોય કપૂર, અનુપમ ખેર અને રણબીર કપૂર સ્વર્ગસ્થ એક્ટરને શ્રદ્ધાંજલિ આપવા સ્ટૂડિયો ખાતે પહોંચ્યા હતા.
આ દરમિયાન સેલિબ્રિટિઝના ફોટો લેવા માટે પાપારાઝીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. જેથી અયાને પાપારાઝીને પ્રાઈવસી જાળવવા વિનંતી કરી હતી. અયાને કહ્યું, ‘અંદર ઘણું કમર્શિયલ હશે પરંતુ આ એક પ્રાર્થના સભા છે. અમારા માટે થોડું વ્યક્તિગત છે. જો તમને લાગી રહ્યું છે કે સારા શોટ્સ નથી મળી રહ્યા તો મને માફ કરશો. જો ફોટોગ્રાફર આવશે તો ઘોંધાટ થશે, અને ત્યાં જગ્યા પણ નથી. મહેરબાની કરીને આજ માટે સમજી લો.’ ઉલ્લેખનીય છે કે, હોળીના દિવસે એટલે કે 14 માર્ચના રોજ અયાન મુખર્જીના પિતા અને વેટરન એક્ટર દેબ મુખર્જીનું 83 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા.
મુંબઈના જુહૂ સ્થિત પવન હંસ સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં કાજોલ, તનુજા, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ઋતિક રોશન, કરણ જોહર સહિતના સેલિબ્રિટિ હાજર રહ્યાં હતાં. રણબીર કપૂરે દેબ મુખર્જીને કાંધ પણ આપી હતી. કાજોલ અને રાની મુખર્જી દેબ મુખર્જીની ભત્રીજીઓ દેબ મુખર્જીનો જન્મ 1941માં કાનપુરમાં થયો હતો. તેઓ પહેલાથી જ ફિલ્મી પરિવાર સાથે જોડાયેલા હતા. તેમના માતા સતીદેવી, અશોકકુમાર, અનૂપકુમાર અને કિશોરકુમારના એકમાત્ર બહેન હતાં. દેબ મુખર્જીના ભાઈ જોય મુખર્જી એક્ટર હતા અને શોમુ મુખર્જી પ્રોડ્યુસર હતા. શોમુ મુખર્જીએ એક્ટ્રેસ તનુજા સાથે લગ્ન કર્યા હતા. કાજોલ અને રાની મુખર્જી દેબ મુખર્જીની ભત્રીજીઓ છે. દેબ મુખર્જીએ બે વખત લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્નથી થયેલી દીકરી સુનિતાએ ડાયરેક્ટર આશુતોષ ગોવારિકર સાથે લગ્ન કર્યા છે. જ્યારે અયાન તેમનાં બીજા પત્નીથી થયેલો દીકરો છે. વર્ષ 2009માં છેલ્લી વખત ફિલ્મમાં જોવા મળ્યા હતા એક્ટરે 60ના દાયકામાં ‘તૂ હી મેરી જિંદગી’ અને ‘અભિનય’ જેવી ફિલ્મોમાં નાના રોલથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. બાદમાં તે ‘દો આંખે’ અને ‘બાતોં બાતોં મેં’ જેવી મોટી ફિલ્મોમાં દેખાયા હતા. બાદમાં તેમણે ‘જો જીતા વોહી સિકંદર’ અને ‘કિંગ અંકલ’ જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી. છેલ્લે વર્ષ 2009માં તેઓ વિશાલ ભારદ્વાજની ‘કમીને’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.