back to top
Homeગુજરાતરીલબાજ અસાામાજિક તત્વો પર તવાઈ:ઈન્સ્ટાગ્રામ પર ભાઈગીરી, ડોન છબી વાળી રીલો સાથે...

રીલબાજ અસાામાજિક તત્વો પર તવાઈ:ઈન્સ્ટાગ્રામ પર ભાઈગીરી, ડોન છબી વાળી રીલો સાથે ગુનાખોરી કરનાર લોકોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવી પ્લેટફોર્મથી ડિલીટ કર્યા

સુરતમાં સોશિયલ મીડિયામાં ભાઈ, ડોન અથવા ગેંગસ્ટર તરીકે પોતાની છબી ઉભી કરતા અસામાજિક તત્વો પર સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાયની સૂચના બાદ, રાજ્યભરના અસામાજિક તત્વોની યાદી બનાવવાની કામગીરી તેજ બનતી જાય છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1,300 ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા શખ્સોની યાદી બનાવી છે, જેમાંથી 25 રીલબાજ અસામાજિક તત્વોને આજે બોલાવી, તેમની ઈન્સ્ટાગ્રામ ID પરમેનેન્ટ ડિલીટ કરાવી દેવામાં આવી છે. આ શખ્સો માત્ર ગુનાખોરી જ નહીં, પણ સોશિયલ મીડિયા પર પોતાની રીલ મૂકીને ગેંગસ્ટર, ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી રહ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, આ તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શખ્સિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા. આ રીલ્સમાં હથિયારો, ધમકીભર્યા સંદેશા અને ગેંગ વોર્નિંગ્સ પણ જોવા મળતા હતા. હવે, સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી, તેમની ઈન્સ્ટાગ્રામ IDઓને હમેશા માટે ડિલીટ કરાવી દીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ID એકવાર ડિલીટ થઈ ગઈ એટલે કે હવે આ શખ્સો ક્યારેય પણ તે એકાઉન્ટમાં પ્રવેશ કરી શકશે નહીં. આ એકાઉન્ટ્સ ડિલીટ કરાવવામાં આવ્યા એ એટલું જ નહીં, પણ ભવિષ્યમાં આવા તત્વો પર નજર રાખવા માટે પોલીસ વિશેષ પેટ્રોલિંગ પણ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments