સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘સિકંદર’નું નવું ગીત ‘નાચે સિકંદર’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતની શરુઆત સલમાન ખાનની એન્ટ્રીથી થાય છે. આ ગીતમાં એક્ટરના સ્વેગથી ભરેલા હૂક સ્ટેપ્સ જોવા મળે છે, જે ફેમસ ‘ડબકે’ ડાન્સ ફોર્મ (મધ્ય પૂર્વના દેશોમાં, ખાસ કરીને સીરિયા, પેલેસ્ટાઈન અને લેબનોનમાં લોકપ્રિય નૃત્ય શૈલી)થી પ્રેરિત છે. સલમાન ખાન ‘નાચે સિકંદર’ ટ્રેકમાં દમદાર ડાન્સ મૂવ્સ કરતો જોવા મળે છે. તે જ સમયે, રશ્મિકા મંદાના સાથે તેની કેમેસ્ટ્રી સ્પષ્ટ દેખાઈ રહી છે. ગીતના સીન અને મ્યૂઝિક બંને ચાહકોનું સંપૂર્ણ મનોરંજન કરી રહ્યા છે. કોરિયોગ્રાફર અહેમદ ખાને આ ગીતને કોરિયોગ્રાફ કર્યું છે. પ્રોડ્યુસર સાજિદ નાડિયાદવાલા અને ડિરેક્ટ એ.આર. મુરુગાદોસે ગીતને ભવ્ય બનાવ્યું છે. ભવ્ય સેટઅપ અને અદભુત પૃષ્ઠભૂમિ ઉપરાંત, આ ગીતમાં તુર્કીના ખાસ ડાન્સર્સ પણ છે. આ ટર્કિશ ડાન્સર્સ સલમાન અને રશ્મિકા સાથે તાલમેળ મેળવીને ડાન્સ કરી રહ્યાં છે. ‘સિકંદર નાચે’ ગીત શરુ થતાં જ સલમાન અને રશ્મિકા વચ્ચેની કેમેસ્ટ્રી સ્પષ્ટ દેખાય છે. ગીતમાં જબરદસ્ત ઊર્જા, રંગબેરંગી દ્રશ્યો અને દમદાર ડાન્સ મૂવ્સ છે. અમિત મિશ્રા, આકાસા અને સિદ્ધાંત મિશ્રાએ આ ગીત ગાયું છે. ફિલ્મના બે ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે
આ પહેલા ‘સિકંદર’ ફિલ્મનું હોળી ટ્રેક ‘બમ બમ ભોલે’ અને ‘મેરી ઝોહરા જબીન’ રિલીઝ થયા હતા, જેનાથી સલમાન ખાનના ચાહકો ખૂબ ખુશ થયા હતા. સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની જોડી પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ‘સિકંદર’ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે
‘સિકંદર’ ફિલ્મ ઈદના પર્વે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન સાઉથના ફેમસ ડિરેક્ટર એ.આર. મુરુગાદોસ કરી રહ્યા છે, જેમણે અગાઉ ‘ગજની’, ‘હોલિડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે.