સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં મામલતદાર કચેરી આગળ ઇડર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા પાચ મુદ્દાપર ધરણા પ્રદર્શન કરવા બેસ્યા ત્યારે પોલીસે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને ડીટેઇન કરી હટાવી દીધા હતા. આ અંગેની વિગત એવી છે કે,ઇડરમાં તિરંગા સર્કલ પાસે મામલતદાર કચેરી આગળ બુધવારે ઇડર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા પાંચ મુદ્દાઓ પર જેમાં ઇડર વિસ્તારના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બનેલ છે. તેમના પર કાર્યવાહી કરવા માંગણી,ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર સ્માર્ટ મિત્રો લગાવી પ્રજાને લુંટવાનો પરવાનો અદાણી ને આપી રહી છે. ઇડર શહેરમાં ટ્રાફિકનો મુદ્દો -ભાજપના શાસકો દ્વારા બાયપાસનું વચન આપી આજદિન સુધી પૂર્ણ કરેલ નથી.,ગુજરાત ભાજપ સરકાર હિન્દુત્વના નામે મતો લઇ છેલ્લા 30 વર્ષથી શાસન કરી રહી છે.ધાર્મિક સ્થાનો તોડવા માટે નોટીસો આપવામાં આવેલ છે. ઇડર નગરપાલિકાના ભ્રષ્ટાચારી તંત્રથી પ્રજા ત્રસ્ત છે અને વિકાસના કામોમાં કરોડોની ખાયકી થઇ છે.અને કામોમાં પણ વ્યાપક ભ્રષ્ટાચારો તેમજ વહાલા દવલાની નીતિ અને મિલીભગત દેખાઈ રહી છે.આ તમામ મુદ્દાઓ પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન અને દેખાવો કરવાની શરૂઆત કરી તે દરમિયાન ઇડર પોલીસે 25 થી વધુ લોકોને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ જઈને ડીટેઇન કર્યા હતા. આ અંગે આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતનાં મહામંત્રી રામભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે,ઇડરમાં આજે પાચ મુદ્દાઓ પર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ધારાસભ્ય ખોટા ખેડૂત બન્યા છે જેને લઈને તપાસ કરવી, ઇડરમાં ટ્રાફિકની મુક્તિ માટે બાયપાસ રોડનું વચન અધૂરું,નગરપાલિકામાં ભ્રષ્ટાચાર, સ્માર્ટ મીટર સ્માર્ટ ચીટર ગણાવ્યા હતા, ધાર્મિક સ્થાનો તોડવાની નોટીસ સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.