મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબના પુતળાને બાળી નાખવાને લઈને 17 માર્ચના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં પોલીસે બુધવારે માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનને અરેસ્ટ કરી દીધો છે. તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ફહીમ ખાને 500થી વધુ તોફાનીઓને ભેગા કર્યા હતા અને હિંસા ભડકાવી હતી. અથડામણ દરમિયાન તોફાનીઓએ મહિલા પોલીસ અધિકારીના કપડાં ઉતારવાનો અને તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો. ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં આ માહિતી સામે આવી છે. રાતે અંધારાનો લાભ લઈને, ભાલદારપુરા ચોક પાસે તોફાનીઓએ મહિલા અધિકારી સાથે અભદ્ર કૃત્ય કર્યું હતું. મહિલા પોલીસ અધિકારીઓ સાથે અશ્લીલ હરકતો કરી છેડછાડ સિવાય અન્ય મહિલા પોલીસકર્મીઓને અશ્લીલ ઇશારા અને ખરાબ ટિપ્પણીઓ કરી ડ્યૂટી પર હાજર મહિલા અધિકારીને ડરાવવાની કોશિશ કરી હતી. ઘટનાસ્થળ પર તૈનાત રેપિડ કંટ્રોલ પોલીસ અધિકારીએ તરત વરિષ્ઠ અધિકારીઓને ઘટનાની સૂચના આપી હતી. ફરિયાદ બાદ, તોફાનીઓ વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો હતો. નાગપુરની ઘટના 5 પોઇન્ટમાં સમજો , નાગપુર વિવાદ સંબંધિત આ સમાચાર પણ વાંચો… મણિપુરના ચુરાચાંદપુરમાં કર્ફ્યુ લગાવાયો:હમાર જાતિના નેતા પર હુમલાને કારણે હિંસા, પોલીસે હવામાં ફાયરિંગ કરીને ઉપદ્રવીઓને ખદેડ્યા મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં રવિવારે મોડી સાંજે હમાર જાતિના નેતા રિચાર્ડ હમાર પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે હમાર જનજાતિના લોકોએ ન્યાયની માંગણી સાથે બંધનું એલાન આપ્યું હતું.. સંપૂર્ણ સમાચાર વાંચો…