એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી સાથેની તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મના શૂટિંગ માટે ઓડિશામાં હતી. ઓડિશાથી મુંબઈ જતી વખતે, તેની સાથે કંઈક એવું બન્યું જેનાથી તે પ્રેરિત અને પ્રભાવિત થઈ. તેણે તે નાની ઘટના સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે શેર કરી છે. હકીકતમાં, એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેટ પરની કેટલીક તસવીરો શેર કરી અને જણાવ્યું કે ઓડિશામાં તેના છેલ્લા કેટલાક દિવસો કેવા ગયા. તેણે અનેક ફોટા અને એક વીડિયો પોસ્ટ શેર કર્યો. એક વીડિયોમાં, પ્રિયંકા કેમેરા સાથે વાત કરતી વખતે કહે છે, ‘હું આવું વારંવાર નથી કરતી પણ આજે મને ખૂબ પ્રેરણા મળી. હું મુંબઈથી ન્યૂ યોર્ક જવા માટે વિશાખાપટ્ટનમ એરપોર્ટ જઈ રહી હતી. અને મેં એક મહિલાને જામફળ વેચતી જોઈ. મને કાચા જામફળ ખૂબ ગમે છે. તો મેં તેને રોકી અને પૂછ્યું, આ બધા જામફળની કિંમત કેટલી છે? તેણે કહ્યું 150 રૂપિયા.’ ‘મેં તેને ૨૦૦ રૂપિયા આપ્યા. તે મને પૈસા પાછા આપવાનો પ્રયાસ કરી રહી હતી. મેં કહ્યું, તું રાખ. દેખીતી રીતે તે જામફળ વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તે થોડીવાર માટે ગઈ પણ લાલ લાઈટ લીલી થાય તે પહેલાં તે પાછી આવી અને મને બે વધુ જામફળ આપ્યા. એક કામ કરતી સ્ત્રી, તેને મફતના પૈસા જોઈતા ન હતા. આ વાતે મને ખૂબ પ્રભાવિત કરી.’ થોડા દિવસો પહેલા, પ્રિયંકાએ તેના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી અને તેની આગામી ફિલ્મના સેટ પર ક્રૂ સાથેની તસવીરો પોસ્ટ કરી હતી. પ્રિયંકાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘આ અમારા માટે કામ સાથેની હોળી છે. તમારા પ્રિયજનો સાથે હંસી-ખુશી અને સંગાથ સાથેની હોળીની સૌને શુભેચ્છાઓ.’ પ્રિયંકાએ હજુ સુધી પુષ્ટિ આપી નથી કે તે રાજામૌલીની ફિલ્મનો ભાગ છે. પરંતુ તેની જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. જાન્યુઆરીમાં, તેણે તેલંગાણાના ચિલકુર બાલાજી મંદિરની મુલાકાતના નવા પિક્ચર્સ શેર કરતી વખતે ‘નવા અધ્યાય’ની શરૂઆતનો સંકેત આપ્યો હતો. મહેશ બાબૂ સ્ટારર આ ફિલ્મ ‘ઇન્ડિયાના જોન્સ’ જેવી એક્શન-એડવેન્ચર ફિલ્મ હોવાનું કહેવાય છે.