તાપમાન વધવાને કારણે સાબરમતીનું વહેણ બદલતા દરિયાની ગતિ વિધિ તેજ બની. પરિણામે ખંભાતનો દરિયા 40 વર્ષ બાદ 7 કિમી લંબાતા આસપાસના 14 ગામની 500 વીઘા જમીનન માટે જોખમ ઊભુ થયું છે. છેલ્લા એકાદ વર્ષથી ખંભાત દરિયાની હિચચાલમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના કારણે ચાલવર્ષે ખંભાત પાંદડ,તરકપુર, મીતલી ,તડાતલાવ, વડગામ સહિતના ગામો દરિયા પાણી ગામ તરફ આવી રહ્યાં છે.કેટલાંક ગામોમાં દરિયો દૂર જઇ રહ્યો છે. તેની પાછળનું મુખ્યકારણ સતત વધી રહેલા તાપમાનને કારણે દરિયાઇ કરંટ વધી રહ્યો હોવાથી ભરતી ઓટનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે દરિયો આગળ આવી રહ્યો કે પછી સાબરમતી નદીનું વહેણ બદલાયું હોવાથી દરિયાની ગતિવિધિ વધી જતાં દરિયા આગળ વધી રહ્યો છે.જેના કારણે જમીનનું ધોવાણ વધ્યું છેઅંગ્રેજો શાસનમાં કાળ દરમિયાન ખંભાત બંદર તરીકે વિશ્વ જાણીતું હતું. જો કે છેલ્લા ચાર દાયકાથી દરિયો 7 કિમી જેટલો પાછો ખેચાઇ ગયો હોત. પરંતુ ચાલુવર્ષે બદલાય વાતાવરણના પગલે દરિયા તાપમાનમાં સતત વધારો થતાં હાલમાં દરિયા પાણી પુન: 7 ધસી આવ્યો છે. જેના કારણે તરકપુર, વડગામ સહિત 14 ગામનો સહિત વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી દરિયા પાણી ધસી આવતાં દૈનિક 20 થી 22 ફૂટ જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. દરિયામાં તાપમાન વધારો થવાને લીધે ગુજરાતનો 1,617 કિમીનો દરિયાકિનારો ઝડપથી ઓગળી રહ્યો છે, જે અંદાજમાં 45.8% અને ગામડાંઓ અસરકર્તા બને છે. દરિયામાં 1.5 ડિગ્રી તાપમાનનો વધારો
સંશોધનમાં ગુજરાતના દરિયાકાંઠે વધતા દરિયાઈ સપાટીના તાપમાનને ધોવાણને વેગ આપવાના મુખ્ય પરિબળ તરીકે જોડવામાં આવ્યું છે. 1860-2020 ના ડેટાએ કચ્છના અખાત, ખંભાતના અખાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ધીમે ધીમે દરિયાઈ સપાટીના તાપમાનમાં વધારો દર્શાવ્યો હતો, જેમાં ખંભાતના અખાતમાં 1.5 ડિગ્રી નો વધારો જોવા મળ્યો હતો.